૧ મહિનામાં ઘટાડો ૧૦ કિલો વજન, બાબા રામદેવે વજન ઘટાડવાનો અસરકારક ઉપાય જણાવ્યો….
આજકાલ દરેક વ્યક્તિ વધતા વજનથી પરેશાન છે. ઘણા સંશોધનોથી જાણવા મળ્યું છે કે આજના યુવાનોમાં સ્થૂળતા એક મોટી સમસ્યા બની ગઈ છે. નિષ્ણાતોના મતે, ખરાબ આહાર, જંક ફૂડનું વધુ પડતું સેવન, આળસ અને અવ્યવસ્થિત જીવનશૈલીના કારણે સ્થૂળતાની સમસ્યા વધી રહી છે. સ્થૂળતા ફક્ત તમારા વ્યક્તિત્વને બગાડે છે, પરંતુ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ પણ વધારે છે.
યોગ ગુરુ બાબા રામદેવના મતે ખોરાક અને જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને વજન ઘટાડવામાં મદદ કરી શકાય છે. સ્વામી રામદેવે એવી પાંચ ટિપ્સ જણાવી છે, જેને રોજ ફોલો કરવાથી તમે એક મહિનામાં 10 કિલો વજન ઘટાડી શકો છો.
બાબા રામદેવ દ્વારા જણાવવામાં આવેલી એક ખીચડીને પુષ્ટાહાર વાળી ખીચડી ના નામથી ઓળખવામાં આવે છે. પુષ્ટાહાર એટલા માટે કારણ કે તેમાં યોગ્ય માત્રામાં પ્રોટીન, કાર્બ, વિટામીન અને મિનરલ્સ હોય છે.
તેના માટે ૧૦૦ ગ્રામ દલિયો, ૧૦૦ ગ્રામ બાજરો, ૧૦૦ ગ્રામ છાલ વાળી મગની દાળ, ૧૦૦ ગ્રામ બ્રાઉન રાઈસ, ૧/૩ ચમચી અજમા, ૧૦ ગ્રામ સફેદ અથવા કાળા તલ, આ બધી ચીજોને એક સાથે મિક્સ કરો અને હવે તેની ખીચડી તૈયાર કરી લો. હવે તેમાંથી ૫૦ ગ્રામની માત્રા લો અને તેને ભોજન માટે બનાવો.
એક્સપર્ટ જણાવે છે કે સ્થુળતા વધવાનું મુખ્ય કારણ ખાંડ છે. એટલા માટે સ્થુળતા માંથી છુટકારો મેળવવા માટે ખાંડ અને મીઠાનું સેવન બિલકુલ ઓછું કરી દેવું જોઈએ.
તેની સાથોસાથ વજન ઘટાડવું હોય તો વિટામીન ને આહારમાં સામેલ કરો. ડ્રાયફ્રુટ, ફળ અને પાન વાળા શાકભાજીનું સેવન કરો. વિટામિન સી જેમ કે, લીંબુ, જામફળ, સંતરા, પોપૈયા વગેરેનું સેવન તે લોકો માટે ફાયદાકારક છે, જે લોકો વજન ઓછું કરવા માંગે છે તે ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.
બાબા રામદેવ જણાવે છે કે દરરોજ કપાલભાતિ કરવાથી ૪૫ દિવસની અંદર ઓછામાં ઓછું ૧૦ કિલો વજન ઓછું કરી શકાય છે. બાબા રામદેવ જણાવે છે કે ભોજન કર્યાના થોડા સમય બાદ અમુક મિનિટ સુધી વજ્રાસન અવસ્થામાં બેસી જવું જોઈએ. આ ઉપાય અપનાવાથી વજન ઓછું કરી શકાય છે.
એક્સપર્ટ જણાવે છે કે વધતા વજનને ઓછું કરવા માટે સપ્તાહમાં એક વખત વ્રત જરૂરથી રાખવું જોઈએ. કારણ કે વ્રત ઉપવાસ કરવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત રહે છે.
તે સિવાય સ્વામી રામદેવ જણાવે છે કે નિયમિત રૂપથી તિર્યક તાડાસન, ત્રિકોણાસન, કોણાસન, પદસ્થ આસન અને ચક્કી આસન કરવાથી વધતા વજનને કાબુમાં કરી શકાય છે.