2 દીકરાના મોક્ષ માટે ભાગવત સપ્તાહ બેસારી, પરંતુ પુર્ણાહુતીના દિવસે જ પિતાએ પણ છોડી દીધો જીવ, વાંચીને આંખમાંથી આંસુ સરી પડશે..

હિન્દુ ધર્મમાં કથા સપ્તાહનું ઘણું મહત્વ છે. ભાગવત સપ્તાહનું આયોજન સામાન્ય રીતે માતા-પિતાના મોક્ષ માટે અને પરિવારમાં અચાનક ખુશીના કારણે કરવામાં આવે છે. હાલ વિઠ્ઠલભાઈ રામાણી રાજકોટના ગોંડલ તાલુકાના શંખલપુર ગામે રહેતા હતા.

તેમના સંતાનોમાં તેમને ત્રણ પુત્રો અને એક પુત્રી હતી. એક પુત્ર 16 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો હતો.જ્યારે બીજા પુત્રનું મૃત્યુ કોરોનાના સમયગાળા દરમિયાન થયું હતું. હવે તેમના બાળકોમાં એક જ પુત્ર અને એક પુત્રી બાકી છે. વિઠ્ઠલભાઈ રામાણી તેમના બંને પુત્રોના મૃત્યુથી ભાવવિભોર થઈ ગયા હતા.

તેઓએ તેમના બે પુત્રોના ઉદ્ધાર માટે મોટા સુખપુર ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. આ અઠવાડિયે આજુબાજુના ગામડાઓમાંથી તમામ લોકોએ ઉત્સાહભેર હાજરી આપી અને સપ્તાહના શબ્દોને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો. એક પિતાએ એક સાથે બે પુત્રોના અંતિમ સંસ્કાર કર્યા તે ખૂબ જ દુઃખદ બાબત છે.

આ પીડા સહન કરવી પણ ખૂબ મુશ્કેલ છે. ચૈત્ર મહિનાની શરૂઆત થતાની સાથે જ પિતૃઓ પાછળ ધાર્મિક કાર્યો કરવાની શરૂઆત થઈ જતી હોય છે. તેઓ ચૈત્ર માસની શરૂઆતમાં જ આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. પરંતુ આ સપ્તાહના અંતિમ દિવસે એટલે કે પૂર્ણાહુતિના દિવસે વિઠ્ઠલભાઈ રામાણીએ કહ્યું હતું કે હાલ મારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ છે..

અને જોતજોતામાં તો વિઠ્ઠલભાઈ રામાણી એ જીવ છોડી દીધો હતો. પોતાના દીકરાના મોક્ષ માટે તેઓએ સપ્તાહનું આયોજન કર્યું હતું. તેઓએ પૂર્ણાહુતિના દિવસે દેહ છોડી દેતા આસપાસના લોકોમાં ફફડાટ મચી ગયો હતો. તેઓની અંતિમ ઇચ્છા પૂર્ણ થઇ હોવાની વાત પણ સામે આવી હતી.

હકીકતમાં આ પ્રકારનો બનાવો પહેલી વાર સાંભળ્યું છે કે, જેમાં પોતાના દીકરાના અવસાન પાછળની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે એક પિતાએ શ્રદ્ધા ના અંતિમ દિવસે પોતાનો જીવ ગુમાવી દીધો છે. તેમના 16 વર્ષના દીકરાનું અવસાન થયું હતું. જ્યારે ૩૫ વર્ષના દીકરાનું કોરોના ના કારણે અવસાન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *