૯૦૦ વર્ષ જૂનું કેસરિયાજીનું મંદિર કે જ્યાં જવાથી વ્યકતિને કોઈ ઝેરી જનાવર કરડ્યું હોય તો પણ તેનું ઝેર ઉતરી જાય છે….
આપણો દેશ ધાર્મિક છે અને આપણા દેશમાં એવા મંદિરો છે કે જેના ચમત્કારથી બધા લોકો દંગ રહી જશે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં દરરોજ ચમત્કારો થાય છે.
આ મંદિર રાજસ્થાનના નાગૌરના બુધી ગામમાં આવેલું છે. આ મંદિર કેસરિયા કુંવરજીનું છે. કેસરિયાજી રાજસ્થાનના લોક દેવતા છે. આ મંદિરની સ્થાપના 1200 AD માં કરવામાં આવી હતી, કેસરિયાજી ગોગાજીના પુત્ર છે અને તેમને સાપના દેવતા પણ કહેવામાં આવે છે.
આ મંદિરમાં ઘણા ચમત્કારો થાય છે જો કોઈને સાપ કરડે છે અને તેને આ મંદિરમાં લાવવામાં આવે છે, તો આ મંદિરના પૂજારી તે વ્યક્તિના શરીરમાંથી તમામ ઝેર બહાર લાવે છે. આ ચમત્કાર જોઈને બધા લોકો અચંબામાં પડી ગયા. તેની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ છે.
આજ સુધી અહીં ઘણા લોકોના જીવ બચી ગયા છે, જે લોકોને પણ કેસરિયાજીનો આશીર્વાદ મળી જાય તો તે વ્યકતિને નવું જીવનદાન મળે છે, અહીં બધા જ ધર્મના લોકો આવે છે, આ મંદિર ધાર્મિક એકતાની પણ સૌથી મોટું ઉદાહરણ છે,
લોકો દૂર દૂરથી પોતાનું ઝેર ઉતરાવવા માટે અહીં આવે છે. જેની કલ્પના કરવી પણ ખુબજ મુશ્કિલ છે.અહીં લોકોની સામે જ ચમત્કાર થતો હોવાથી લોકો ખુબજ આષ્ચર્યમાં પડી જાય છે માટે જ આ મંદિરની માન્યતા સદીઓ વીતી ગઈ પણ આજ સુધી ઓછી નથી થઇ. અહીં કેસરીયાજીના આશીર્વાદ લેવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર થઇ જાય છે સાથે સાથે માનતાઓ પણ પુરી થઇ જાય છે.