એક તરફ ઘરમાં દીકરીનો જન્મ થયો અને બીજી તરફ ઘરમાંથી ઉઠી 3-3 અર્થીઓ, ઘટના જાણીને તમારી આંખ માંથી પણ આવી જશે આંસુ….

દેશભરમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા એવા દુઃખદ સમાચાર પણ આવે છે જેમાં એક સાથે આખો પરિવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે.

ત્યારે હાલ એવી જ એક ખબર સામે આવી છે, જેમાં એક ગમખ્વાર અકસ્માતની અંદર પરિવારના ત્રણ લોકોના મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ ફરી વાળ્યો હતો.

રાજસ્થાનના રાજસમંદ જિલ્લા રેલમગરા વિસ્તારમાં રહેતા એક પિરવારના ઘરમાં હમણાં જ કિલકારીઓ ગુંજી હતી. પરંતુ હવે આ પરિવારમાં માતમની ચીસો સંભળાઈ રહી છે.

માત્ર 9 દિવસ પહેલા જ એક બાળકીનો જન્મ થયો હતો અને પરિવારના ત્રણ લોકોનું રોડ દુર્ઘટનામાં મોત થઇ ગયું. દુઃખની વાતતો એ છે કે પોતાની દીકરીનો ચહેરો પિતાએ જોયો પણ નહોતો એ પહેલા જ તેમને દુનિયાને અલવિદા કહી દીધું.

જયારે એક સાથે ત્રણ ત્રણ અર્થીઓ નીકળી ત્યારે ગામના દરેક વ્યક્તિની આંખોમાંથી પણ આંસુઓ વહેવા લાગ્યા હતા. એટલું જ નહિ કોઈના ઘરે ચુલહો પણ નહોતો સળગ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર અમરાપુરમાં રહેવા વાળા દેવીલાલ ગાડરી પોતાના પીતા પ્રાપ્ત ગાડરીની સ્રર્વર કરાવીને જયપુરથી પરત ફરી રહ્યા હતા.

સાથે તેમની માતા સોહની અને એક સંબંધી હતા. આ દરમિયાન ગત મંગળવારની રાત્રે ભીલવાડા જિલ્લાના રાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમની કારને ટ્રકે ટક્કર મારી દીધી. જેમાં મા-પિતા, દીકરા અને સંબંધી સહીત 4 લોકોના મોત નિપજ્યા.

બપોરમાં જયારે તેમના શબ એમ્બ્યુલન્સ દ્વારા ગામમાં પહોંચ્યા ત્યારે દરેક વ્યક્તિની આંખોમાં આંસુઓ આવી ગયા. મૃતકના ઘરની બહાર ગામ લોકોની ભીડ ભેગી થઇ ગઈ.

પરિવારના મોટા દીકરા કિશનલાલે માતા-પિતા અને નાના ભાઈને મુખાગ્નિ આપી. જાણકારી પ્રમાણે મૃતક પ્રતાપ ગાડરીના પગમાં ઇજા થઇ હતી. 10 દિવસ પહેલા જ પત્ની, દીકરા અને અન્ય સંબંધી સાથે જયપુરમાં સારવાર કરાવવા પહોંચ્યા હતા.

જયપુરથી ઓપરેશન કરાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે જ આ દુર્ઘટના સર્જાઈ. ગામ લોકોએ જણાવ્યું કે દેવીલાલ ગાડરીની પત્નીએ 9 દિવસ પહેલા જ એક દીકરીને જન્મ આપ્યો હતો, પરંતુ દેવીલાલ તેના પિતાની સારવાર કરાવવા માટે હોસ્પિટલ ગયો હતો અને તેને પોતાની દીકરીનું મોઢું પણ નહોતું જોયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *