દ્વારકાના આ મંદિરમાં આરતી સમયે થયો મોટો ચમત્કાર, તે ચમત્કાર જોવાં માટે ભક્તો મોટી સંખ્યામાં ટોળે વળ્યાં…
દેશમાં નાના-મોટા દેવી-દેવતાઓના અનેક મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવે છે, દરેક મંદિર આજે પોતાના ચમત્કારો અને ચમત્કારોથી પ્રખ્યાત થઈ ગયું છે. આજે આપણે એવા જ એક મંદિર વિશે વાત કરીશું, જે દ્વારકામાં આવેલું છે, આ મંદિરમાં દિવા વગાડતો વીડિયો સામે આવ્યો હતો.
તો લોકોએ આ વીડિયો જોઈને આ ઘટનાને શ્રદ્ધા સાથે જોડી દીધી છે. આ વાઈરલ વિડિયોમાં જોવા મળતું હતું કે દીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ આપમેળે જતો જોવા મળી રહ્યો છે, જે હવે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, રવિવારે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરે છે.
રવિવારના દિવસે આરતી સમયે દીવો જે જગ્યાએ પ્રગટાવ્યો હતો તે જગ્યાએથી બીજી જગ્યાએ જતો રહ્યો હોવાથી ત્યાં હાજર દરેક ભક્તોએ સાક્ષાત પરચો સમજીને દર્શન કર્યા હતા. આ મંદિર શ્રીજી સોસાયટીમાં આવેલું છે અને જ્યાં યમુનાજીની હવેલીમાં સાક્ષાત દર્શન કરવા માટે ભક્તો ખુબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે.
જેમાં ભક્તોનું કહેવું છે રવિવારના દિવસે સવારની આરતી માં અને સાંજની આરતી માં યમુનાજી સાક્ષાત બિરાજમાન થતા હોય છે. તેથી ભક્તો રવિવારના દિવસે હજારોની સંખ્યામાં માં યમુનાજીના દર્શન કરવા માટે આવતા હોય છે.
જે જગ્યાએ દીવો પ્રજ્વલિત કર્યો હતો તેનાથી બીજા છેડે સુધી દીવો રમતો રમતો આપમેળે જતા તે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું અને દરેક ભક્તો કહી રહ્યા હતા કે અક્ષત યમુનાજી બિરાજમાન થયા છે, તેથી દર્શનનો લાભ લેવા ભક્તો દૂર દૂરથી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.