આખા દિવસ દરમિયાન આટલી રોટલી ખાવાની કરો છો ભૂલ તો ચેતી જજો, તમારા શરીર માટે હાનિકારક સાબિત થશે…
જો તમે દિવસ દરમિયાન 4 રોટલી કે તેનાથી વધારે ખાતા હોવ અને સાથે દાળ-ભાત પણ ખાવ તો તમારા વજનમાં કોઈ પ્રકારનો ફેર પડવાનો નથી. પરંતુ ઘઉંના લોટમાં તમે જુવાર અથવા સોયાબીનનો લોટ મિક્સ કરીને ખાશો તો થોડો ફેર પડે, પણ વધારે કોઈ ફેર પડતો હોતો નથી. તો વજન ઉતારવા માટે તમારે કેટલી રોટલી ખાવી જોઈએ. તેની માહિતી અમે આપીશું.
એક રોટલીમાંથી કેટલા તત્વો મળે- ઘણા લોકોને ખબર નથી હોતી કે એક રોટલીમાંથી કેટલું પ્રોટીન કે ફાઈબર મળે. ઘઉંની રોટલીમાં મેક્રો ન્યુટ્રીએન્ટ રીચ પ્રમાણમાં હોય છે. તે સિવાય ફાઈબર અને પ્રોટીનની માત્રા પણ સારા પ્રમાણમાં હોય છે. જો કોઈ 6 ઇંચની રોટલી માણસ ખાય તો તેને લગભગ 15 ગ્રામ કાર્બ્સ અને 3 ગ્રામ પ્રોટીન સાથે 0.4 ફાઇબર મળે છે.
રોજ કેટલી રોટલી ખાવી- આપણા શરીરને રોટલી સિવાય પણ દૂધ, સોડા, ખાંડ, ઓઇલ જેવી ઘણી વસ્તુ એવી હોય છે જેમાંથી શરીરને કાર્બ્સ મળે છે. તેથી તમે રોટલી કદાચ ઓછી ખાશો તો પણ ચાલી જશે. તમારે સમજીને રોટલીની માત્રા ઓછી કરી લેવી જોઈએ. તેના બદલે બીજી વસ્તુઑ જેવી કે કઠોળ, શાકભાજી અને બીજી વસ્તુઑ ને ઉપયોગમાં લેવી.
વજન ઘટાડવા કેટલી રોટલી ખાવી- વજન ઘટાડવા માટે રોટલીની માત્રા ઓછી કરો તો વધારે સારું રહેતું હોય છે. સ્ત્રી અને પુરુષ તેમ બંનેએ આ રીતે કેલરી લેવી જોઈએ. જો કોઈ મહિલાને ડાયેટમાં 1400 કેલેરી લેવાની છે તો બે રોટલી બપોરે અને બે રોટલી સાંજે ખાવી જોઈએ. તેવી રીતે પુરુષોને 1700 કેલેરી લેવાની હોય તો બપોરે જમવામાં 3 અને રાત્રે 3 રોટલી ખાવી જોઈએ.
ભાત સારા કે રોટલી- ઘણા લોકો ડાયાબિટીસ હોવા છતાં પણ ભાતનું પ્રમાણ ઓછું કરતાં હોતા નથી. તો તમને જણાવીએ કે ભાત કરતાં રોટલી ખાવી વધારે સારી છે. કેમ કે રોટલીમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ભરપૂર હોય છે. જેનાથી તમારુ પેટ વધારે સમય ભરેલું રહેશે.
તે ઉપરાંત પાચનક્રિયા વખત બ્લડ શુગરનું લેવલ જાળવી રાખવામાં મદદ કરશે. તે જ વસ્તુ ભાતમાં વધારે પ્રમાણમાં છે. તેથી તે જલદી પચી જાય છે અને બ્લડ શુગરનું લેવલ ઝડપથી વધારે છે. જેથી ડાયાબિટીસના દર્દી માટે હાનિકારક સાબિત થાય છે. માટે વજન ઉતારવા માટે રોટલી ખાવી જરૂરી છે. પરંતુ તે પણ માપ પ્રમાણે.
ક્યારે જમવું- કેટલાક એક્સપર્ટ એવું કહે છે કે રોટલી રોજ બપોરના સમયે ખાવી જોઈએ. જેથી તેમાંથી મળતું ફાઈબર સારી રીતે આખા દિવસ દરમિયાન પચી જાય.
જો તમે રાત્રે રોટલી ખાવ તો પાચન ક્રિયા સૂતી વખતે પણ ચાલું રહેતી હોવાથી ચરબી વધારે છે. એટલા રોટલી બપોરે ખાવી વધારે સારી છે, જેથી આખા દિવસમાં કામ કરીએ ત્યારે સરળતાથી પચી જાય.