જાયફળ શરીર માટે છે ખૂબ ફાયદાકારક, જાયફળના ફાયદા અને જાયફળના ગેરફાયદા જાણો…
જાયફળ આમ તો સ્વાદ અને સુગંધ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. જે લોકોને અનિન્દ્રાની સમસ્યા છે તે લોકોએ એક ગ્લાસ દૂધમાં જાયફળ, ગંઠોડા, અને અશ્વગંધાનું ચૂર્ણ લઈને દૂધમાં બરાબર મિક્સ કરીને પીઈ જવાથી તમને રાત્રે શાંતિથી નિંદર આવી જાય છે.
આ ચૂર્ણનો ડોઝ જો નાની ઉંમર વાળા માટે 2 થી 3 ગ્રામ અને જો મોટી ઉંમર વાળા માટે 4 થી 5 ગ્રામ આ ચૂર્ણ લેવાનું છે. આ ચૂર્ણમાં ભાંગ જેવો ગુણ જોવા મળતો હોય છે એટલે વધુ પ્રમાણમાં તેનું સેવન કરવાથી મગજ ને નુકશાન પહોચાડે છે.
આ ચૂર્ણમાં એક એવું એલિમેન્ટ જોવા મળતું હોય છે જેની સીધી જ અસર તમારી નર્વસ સીસ્ટમ ઉપર અસર કરે છે એટલે જલ્દીથી નિંદર આવી જતી હોય છે.
જાયફળ
જો આ ચૂર્ણનો ઓવરડોઝ લેવામાં આવે જેમ કે 10 ગ્રામ કે તેથી પણ વધુ તો તેની સીધી જ અસર મગજ ઉપર પડતી હોય છે. એક વખત 22 વર્ષની છોકરી 50 ગ્રામ જેટલો જાયફળનો પાઉડર દૂધમાં ઓગાળીને પીઈ ગઈ હતી ત્યારબાદ દોઢ થી બે કલાકમાં જ તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી.
તમને ચક્કર આવતા હોય છે, તમે હવામાં ચાલતા હોવ તેવું લાગતુ હોય છે, ચાલી શકાતું નથી, દારૂ પીધો હોય તેવું લાગે છે, લથડીયા ખાવા માંડે છે. તેની સાઈડ ઈફેક્ટ અમુક રહી જતી હોય છે, યાદશક્તિ જતી રહે છે તથા જો સમયસર સારવાર ન મળે તો જે તે વ્યક્તિનું મગજ ડેડ થઇ જવાની શક્યતાઓ તેમાં રહેલી છે.
જો તમને આયુર્વેદમાં કહ્યા પ્રમાણે તમે ડોઝ લેશો તો ફાયદો કરશે પરંતુ તેના કરતા વધુ પ્રમાણમાં ડોઝ લેવામાં આવશે તો તમને નુકશાન કરશે ઘણા લોકો કહેતા હોય છે વધુ જાયફળના ચૂર્ણનું સેવન કરવાથી ઊંઘ સારી આવી જાય છે વાત સાચી છે તમને સારી ઊંઘ પણ આવી જશે પરંતુ લાંબા ગાળે તે તમને નુકશાન પણ પહોચાડે છે.
આમ, અમે તમને રસોડામાં વપરાતી આ એક ચીજનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી શું શું નુકશાન થતું હોય છે તેના વિશે જરૂરી માહિતી આપી.