આ એક્ટ્રેસના કારણે 50 લાખની હોમલોન માંથી મુક્ત થઈ ગયો દિવંગત એક્ટર દીપેશ ભાન……જાણો તે અભિનેત્રીનું નામ…
ટીવી ઇન્ડસ્ટ્રીનો લોકપ્રિય કોમેડી શો એવો ‘ભાભીજી ઘર પર હૈ’ના ફેમસ કલાકાર દીપેશ ભાનનું 23 જુલાઈ 2022ના રોજ નિધન થયું હતું. બ્રેઇન હેમરેજને લીધે અચાનક થયેલા દિપેશના નિધનને લીધે ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ સર્જાઈ ગયો હતો. દિપેશના નિધન બાદ તેની પત્ની નેહા પર દીકરાની જવાબદારી આવી ગઈ અને બીજી તરફ તેના પરિવાર પર હોમ લોનનો પણ બોજ આવી ગયો હતો.
એવામાં દિપેશની પત્નીએ ગત દિવસોમાં ખુલાસો કરતા કહ્યું કે તેને પોતાના ઘરની 50 લાખ રૂપિયાની લોન ચુકવવાની હતી અને તે અભિનેત્રી સૌમ્યા ટંડનની મદદથી ભરપાઈ થઇ ચુકી છે.
સૌમ્યાએ દીપેશ ભાન સાથેની ગત દિવસોમાં એક તસ્વીર શેર કરી હતી અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને મદદ માટેની માંગ કરી હતી. સૌમ્યાએ જણાવ્યું હતું કે દિપેશના પરિવાર પર લાખો રૂપિયાનું દેવું છે, એવામાં હવે સૌમ્યાની આ મુહીમથી દિપેશનો પરિવાર લોન મુક્ત થયો છે
આ જાણકારી દીપેશ ભાનની પત્નીએ વિડીયો શેર કરીને જણાવી છે કે તેની હોમ લોનની ભરપાઈ થઇ ચુકી છે. તેણે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને લોકોને જાણકારી આપી છે કે સૌમ્યાની મદદથી તેને લોનથી મુક્તિ મળી ચુકી છે,
અને એવું પણ જણાવ્યું હતું કે સૌમ્યાની સાથે ભાભીજી શોના પ્રોડ્યુસર બેનિફર કોહલીએ પણ સાથ આપ્યો હતો. તે બંનેની મદદથી નેહા લાખો રૂપિયાનું દેવું ચુકવવામાં કામિયાબ રહી છે.
દિપેશની પત્ની નેહાએ દિપેશના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. નેહાએ કમેન્ટ બોક્સમાં પણ કહ્યું કે,”તમને મારા તરફથી ખુબ ખુબ પ્રેમ. હું જાણું છું કે દીપેશ જ્યા પણ હશે ખુશ હશે”અને સાથે તેની મદદ બદલ તમામનો આભાર પણ માન્યો હતો.
સૌમ્યા ટંડન ભાભીજી ઘર પર હૈ શોમાં અનિતા ભાભી એટલે કે ગોરી મેમનો કિરદાર નિભાવી રહી હતી, જો કે અમુક સમય પહેલા તેણે શો છોડી દીધો હતો. જો કે શોના કલાકરો સાથે આજે પણ તેની સારી એવી મિત્રતા છે.