જુનાગઢના ભાવેશભાઈ ભરવાડને છે અજીબ શોખ, હવે ગુજરાતના નંબર વન દાઢી મુછ વાળા વ્યક્તિ છે…..

મિત્રોની વાત કરીએ તો આ દુનિયામાં બધા લોકોનો પોતાનો અલગ શોખ હોય છે જે બીજા બધા કરતા અનોખો હોય છે. લોકો તેમના જીવનને સુધારવા માટે હંમેશા સારા પ્રયાસો કરતા હોય છે.

આજે વાત કરીએ તો,અમે વાત કરી રહ્યા છીએ આવા જ એક વ્યક્તિની જેની અત્યારે ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. જે પોતાની 18 ઈંચની દાઢી અને 8 ઈંચની મૂછોથી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં ફેમસ થઈ ગયા છે, ચાલો તમને તેમના વિશે વિગતવાર જણાવીએ.

તમને જણાવી દઈએ કે, જૂનાગઢના ભેંસાણમાં માલધારી નામની ચાની દુકાન ચલાવતા યુવકને પહેલી નજરે જોતા જ વિચાર આવી જાય છે. કારણ છે ભાવેશ ભરવાડની દાઢી અને મૂછ. ‘બીયર્ડ મેન’ તરીકે જાણીતા બનેલા ભાવેશ ભરવાડ સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું કે ગોવા, રાજસ્થાન, મુંબઈ, દિલ્હી જેવા ઘણા રાજ્યો અને શહેરોને દાઢી અને મૂછના કારણે ઓળખ મળી છે. તેથી હવે જૂના દિવસો પાછા આવ્યા છે. માત્ર શોખ અને શૈલી વચ્ચેનો તફાવત છે. નવીનતા સાથે, દાઢી અને મૂછો આજના યુવાનોમાં લોકપ્રિય બની ગયા છે.

આમ ભાવેશ ભરવાડ છેલ્લા બે વર્ષથી ચાની દુકાન ચલાવે છે. તેમની વાત કરીએ તો તેણે બે અઢી વર્ષ પહેલા તેમની દાઢી મૂછ વધારવાનું ચાલુ કર્યું હતું. આમ આજે જોઈએ તો તેમની દાઢી 18 ઇંચની તેમજ મૂછ 8 ઇંચની થઇ ગઈ છે.

આ સાથે તેમણે એક વાર નહિ બલ્કે બે વાર નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યો છે. એમાંથી વાત કરીએ તો પહેલીવાર રાજસ્થાન અને બિકાનેરમાં બિયર્ડ કોમ્પિટિશનમાં 50થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને ત્યાં આંકડાવાળી મૂછમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.

આમ જે બાદ ભાવેશ ભરવાડને અલગ અલગ રાજ્યોનાં શહેરોમાં મોડેલિંગ, શો રૂમ કે કંપનીઓના ઓપનિંગ માટે લોકો બોલાવે છે. Beard and moustache મોડેલિંગ માટે પણ બોલાવવામાં આવે છે. તો ઘણી જગ્યાએ ચીફ ગેસ્ટ તરીકે પણ બોલાવવામાં આવે છે. ભાવેશના ‘mr_Beard_bharvas1111’નામના ઇન્ટાગ્રામ આઇડી પર 4055 જેટલા ફેન છે.

ભાવેશ ભરવાડે જણાવ્યું હતું કે તેને દાઢી-મૂછનો શોખ તો પહેલેથી હતો, પહેલાં તે ચાર-પાંચ ઇંચની દાઢી રાખતો હતો, પરંતુ છેલ્લાં બે વર્ષથી બધા કરતાં કંઈક અલગ દેખાવ માટે દાઢી-મૂછો વધારી છે.

દાઢી મૂછની કાળજી બાબતે તેણે જણાવ્યું હતું કે સવાર-સાંજ શેમ્પૂથી ધોવે છે. ઘરમાં હોય ત્યારે આખો દિવસ દાઢીને બાંધી રાખવી પડે છે. ધૂળ કે કચરો દાઢીમાં ના જાય એનો પણ ખ્યાલ રાખવો પડે છે તેમજ ખાસ કરીને આ વાળને કોઈ પણ જાતનું ડેમેજ નો થાય તેનું પણ ધ્યાન રાખવું પડે છે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.

ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *