સુરતના લવજી બાદશાહની દીકરી આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં તગારા ઊંચકીને કરી રહી છે સેવા…

BAPS, અમદાવાદ SP રીંગ રોડ પર પ્રમુખ સ્વામી મહારાજ શિવ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મંદિરના દર્શન કરવા માટે દરરોજ લાખો ભક્તો દેશ-વિદેશમાંથી આવે છે.

છેલ્લા કેટલાક મહિનામાં ભારત અને વિદેશના ઘણા હરિભક્તોએ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની સેવા કરવા માટે પોતાનો સમય આપ્યો છે.

કરોડો રૂપિયાની કમાણી કરનારા લોકો દ્વારા શૌચાલયની સફાઈની સેવાઓ પણ આપવામાં આવે છે. ઘણા લોકો તેમના આખા કુટુંબને સેવા આપવા લાવ્યા છે. આજે આપણે સ્વયંસેવી વિશે વાત કરીશું.

તમે જેને મળશો તેના આશ્ચર્યથી તમે પણ એટલા જ ચોંકી જશો. આ નણંદ અને ભાભી, તેમની કરોડોની સંપત્તિ હોવા છતાં, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં મજૂર બનીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે.

મિત્રો તમે બધા સુરતના ડાયમંડ કિંગ તરીકે ગણાતા લવજીભાઈ બાદશાહને તો જરૂર ઓળખતા હશો. લવજી બાદશાહ ની દીકરી અને વહુ બંને આ શતાબ્દી મહોત્સવમાં એક સામાન્ય માણસની જેમ સેવા આપી રહ્યા છે.

5,000 કરોડની સંપત્તિ ધરાવતા લવજીભાઈ બાદશાહની દીકરી અને વહુ કોઈ પણ પ્રકારનું ઘમંડ અથવા તો અભિમાન રાખ્યા વગર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કચરો ઉપાડવાનું, વાસણ ઉપાડવાનું કામ કરીને સેવા કરી રહ્યા છે.

લવજી બાદશાહની દીકરી અને વહુએ કોઈ પણ કામ નાનું નથી તે વાત આજે સાબિત કરી દીધી છે. મિત્રો તમને જણાવી દઈએ કે લવજી બાદશાહ ની દીકરી ગોરલ અને તેમના પરિવારની વહુ અજમેરા બંને હાલમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં તગારા લઇને સેવાનું કામ કરી રહ્યા છે. સેવા કરતી વખતે ગોરલના હાથમાં ઈજા થાય છે છતાં પણ તેને પોતાની સેવા બંધ નથી કરી.

હાલમાં લવજી બાદશાહની દીકરી અને તેમની પરિવારની વહુના ચારેય બાજુ વખાણ ચાલી રહ્યા છે. મિત્રો આવા ઘણા સ્વયંસેવકો છે જેવો કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે છતાં પણ અહીં આવીને સામાન્યથી સામાન્ય કામ કરીને સેવા આપી રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે વિમલ ડેરીના માલિક જયેશ પટેલ, સિન્ટેકસના યોગેશ પટેલ, ઝાયડસના અનીશ પટેલ, અજમેરા ગ્રુપના વિમલ મહેતા, પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર અને અનેક ઉદ્યોગપતિઓ, ડોક્ટરો અને વકીલો અહીં સેવા આપી રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી મહારાજએ કર્યું હતું. એક મહિના સુધી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલવાનો છે. મળતી માહિતી અનુસાર દરરોજ અહીં લાખ લોકો મુલાકાત લે

છે તેવી જાણકારી મરી રહી છે. જ્યારે શનિ રવિના દિવસે બેથી ત્રણ લાખ લોકો મુલાકાત લે તેવી જાણકારી મળી રહે છે. તમે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ગયા કે નહીં કોમેન્ટ બોક્સમાં જવાબ જરૂર આપજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *