શુક્રવારની રાત્રે જ કરો આ નાનું કામ, માં લક્ષ્મીની કૃપાથી ઘરમાં આવશે ખુબ જ ધન અને દરેક મુશ્કેલી માંથી મળશે છુટકારો….

શુક્રવાર લક્ષ્મીને સમર્પિત છે. ભક્તો આ દિવસે માતાને ખુશ રાખવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ કરે છે. આ દિવસે સંપૂર્ણ વિધિ સાથે માતાની પૂજા કરવામાં આવે છે. મા લક્ષ્મી ધનની દેવી છે અને જેની કૃપા થાય છે તેને જીવનમાં ક્યારેય ધન અને ઐશ્વર્યની કમી નથી હોતી.

શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરવા ઉપરાંત કેટલાક ખાસ ઉપાયો પણ કરવામાં આવે છે. આમ કરવાથી ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. આવો જાણીએ મા લક્ષ્મી સાથે જોડાયેલા આ ખાસ ઉપાયો વિશે.

શુક્રવારે કરો આ ખાસ ઉપાય શુક્રવારના દિવસે લાલ કે સફેદ વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પછી હાથમાં ચાંદી અથવા વીંટી લઈને મા લક્ષ્મીની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે આનાથી માતા પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

વિવાહિત જીવન અને પ્રેમ સંબંધને મજબૂત કરવા માટે શુક્રવારના ઉપાયો પણ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ દિવસે પતિ-પત્નીએ વ્યવસ્થિત રીતે મા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. શુક્રવારે ગાયને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તેના આશીર્વાદ વરસાવે છે.

શુક્રવારના દિવસે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ દિવસે તુલસીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. આ દિવસે દેવી લક્ષ્મીના મંદિરમાં જઈને તેમને લાલ વસ્ત્રો, લાલ બિંદી, સિંદૂર, લાલ શેરડી અને લાલ બંગડીઓ અર્પણ કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે.

આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે શંખ અને ઘંટનો અવશ્ય ઉપયોગ કરો. એવું માનવામાં આવે છે કે આ બંને વસ્તુઓમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. પૂજામાં શંખ ​​અને ઘંટનો ઉપયોગ કરવાથી દેવી લક્ષ્મીની પૂજા સફળ માનવામાં આવે છે.

શુક્રવારે મા લક્ષ્મી નારાયણનો પાઠ કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. પાઠ કર્યા પછી લક્ષ્મી નારાયણને ખીર ચઢાવો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવન ધનથી ભરેલું રહે છે.શુક્રવારના દિવસે કાળી કીડીઓને ખાંડનું કીડીયારું પૂરવું જોઇએ. આ કાર્ય કરવાથી તમારા કાર્યોમાં આવતી સમસ્યાઓ અને અવરોધો દૂર થાય છે.

જો તમે મા લક્ષ્મી જી ના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આ ઉપાય કરી શકો છો. શુક્રવારની રાત્રે, તમારે મા લક્ષ્મીજીના મંત્રનો જાપ કરવો જોઈએ -“ऐं ह्रीं श्रीं अष्टलक्ष्मीयै ह्रीं सिद्धये मम गृहे आगच्छागच्छ नम: स्वाहा” ઓછામાં ઓછા 108 વાર. તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ સાથે જ તમને મા લક્ષ્મીજીની કૃપા પણ મળશે.

તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં અષ્ટગંધનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીજી અને શ્રી યંત્ર પર અષ્ટગંધાથી તિલક લગાવવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.

એવી માન્યતા છે કે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ. શુક્રવારે રાત્રે તમારે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન વિષ્ણુનો જલાભિષેક કરવો જોઈએ. આનાથી તમે તમારા જીવનની તમામ સમસ્યાઓથી છુટકારો મેળવી શકશો. તેની સાથે જ ઘરમાં ધન અને અનાજનું આગમન થાય છે.

જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહી હોય. ઘણા પ્રયત્નો કર્યા પછી પણ પૈસાની તંગી હટવાનું નામ નથી લઈ રહી, તો આવી સ્થિતિમાં શુક્રવારની રાત્રે અષ્ટ લક્ષ્મીજીની પૂજા કરો, તે ફાયદાકારક સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *