માં ચામુંડાને સ્પર્શ કરી આશીર્વાદ મેળવો..આ ફોટાને ઇગ્નોર કરશો તો લાગશે મહાપાપ..તમારી મનોકામના થશે પૂર્ણ….
પેશ્વાના જમાનાના કિલ્લા પર આવેલી ચામુંડા માતાજીની વિશ્વની એકમાત્ર ત્રીમુખી પ્રતિમા છે. આ મંદિરમાં માતાજીની એકમાત્ર ત્રીમુખી મૂર્તિ આવેલી છે. જેમાં ચંડિકા,અંબિકા,નવ દુર્ગા અને મહાકાલી માતાનાં દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.
વલસાડ શહેરથી માત્ર 8 કિલોમીટર દુર નેશનલ હાઈવે નજીક પારનેરાનાં ડુંગર પર આવેલા કિલ્લામાં બિરાજમાન દેવી ચંડિકા,અંબિકા,નવ દુર્ગા અને મહાકાળી માતાની સ્થાપના થઈ છે. પેશ્વા સમયનાં આ કીલ્લામાં ચામુંડા માતાની વિશ્વની એકમાત્ર ત્રીમુખી પ્રતીમાના ભક્તો દર્શન કરે છે.
નવરાત્રીમાં ભક્તોની ભીડ જામતી હોય છે. શક્તિ સ્વરુપા મા ચામુંડા ઉંચા ડુંગર પર બિરાજે છે અને ભક્તો પણ માના દર્શન માટે આકરો પથ પાર કરી આ ધામમાં પહોંચે છે. લગભગ 1000 પગથિયા ચડતા ચડતા સૌના મુખ પર રમતુ રહે છે માતા ચામુંડાનું નામ, નાના મોટા કે વૃદ્ધ તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટે ખાસ સુવિધાઓ ઉભી કરી છે.
કિલ્લાની દક્ષિણે પથ્થરની ગુફામાં મહાકાળી માતાનું સ્થાનક છે. આ બે મંદિરોની વચ્ચે વાવ આવેલી છે. આસોસુદ આઠમના દિવસે અહીં ભરાતા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને ઉમટી પડે છે. આ દિવસે પારનેરા ગામના તથા ચીચવાડા ગામના લોકો ઘરૈયા રમવા ડુંગર ઉપર જાય છે. આ ઘરૈયાઓનું મહત્વ પણ અનેરું છે.
એક માન્યતા પ્રમાણે માતાજી નાં મંદિર માં નવરાત્રી દરમ્યાન ગરબો રમવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી થાય છે. નવરાત્રી દરમ્યાન અહીં આઠમ નો મેળો ભરાઈ છે અને 3 લાખ જેટલા લોકો આ મેળા માં ભાગ લે છે એની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ અને સરકારી તંત્ર દ્વારા રખાઈ છે.