ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે, પ્રમુખ સ્વામી મહારાજના આ એક શબ્દના કારણે જ “હું એક સફળ ઉદ્યોગપતિ બની શક્યો છું” જાણી લો કયો હતો તે શબ્દ…..

અમદાવાદ, ગુજરાતમાં દરરોજ હજારોથી લાખો લોકો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત લે છે. એવું કહેવાય છે કે અહીં આવનાર દરેક વ્યક્તિ પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી કેટલીક સારી ગુણવત્તા શીખે છે. અને તેનું જીવન બદલી નાખે છે.

આપણું સુખ બીજાના સુખમાં સમાયેલું છે. ઘણા ભક્તોએ તેમના જીવનમાં આ સૂત્ર અપનાવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે આપણું સુખ બીજાના સુખમાં સમાયેલું છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ દરમિયાન સુરતના ડાયમંડ કિંગ તરીકે જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ મુલાકાત લીધી હતી.

અને આ મુલાકાત પછી તેમણે પોતાનો અનુભવ જણાવ્યો અને કહ્યું કે તેઓ એક સફળ બિઝનેસમેન બન્યા છે, તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજના મુખેથી એક શબ્દ છે. જ્યારે એક વખત ગોવિંદભાઈ ધોળકિયાના ઘરે સ્વામીજીની મુલાકાત હતી. પછી ગોવિંદભાઈ ધોળકિયાએ સ્વામીજીને પૂછ્યું કે તેઓ તેમના જીવનસાથી સાથે વ્યવસાયને વધુ વિકસાવવા માગે છે.

ત્યારે સ્વામીજીએ સહજ સ્વભાવથી ગોવિંદભાઈ ને જણાવ્યું કે, “હા તમારે આમ કરવું જોઈએ”, બસ આ શબ્દોથી જ ગોવિંદભાઈ ધોળકિયા એક સફળ ઉદ્યોગપતિ બની શક્યા છે. ગોવિંદભાઈ ધોળકિયાનું કહેવું છે કે, સ્વામીજી હંમેશા હકારાત્મક રહેતા હતા અને એ જ કારણ છે કે આજે બીએપીએસ સંસ્થા સમગ્ર વિશ્વમાં નંબર વન સંસ્થા બની ગઈ છે..

પછી માનવતાના કામો હોય કે ધાર્મિક કામ હોય દરેક જગ્યાએ બીએપીએસ સંસ્થાનો ડંકો હંમેશા આગળ જ રહે છે. પ્રમુખસ્વામી મહારાજે સાચા અર્થમાં ગુરુ છે. કારણ કે તેઓએ પોતાના જીવન દરમિયાન લોકોને ખોટા રસ્તે જતા અટકાવ્યા છે. અને પોતાનું ચારિત્ર્ય દ્રઢ કરવાની શિખામણો પણ આપી છે.

ગોવિંદભાઈ ધોળકિયાએ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની મુલાકાત બાદ જણાવ્યું કે, તેઓ જ્યારે અહીં મુલાકાત લીધી ત્યારે તેઓને એકદમ અદભુત દ્રશ્યમાન થયું હતું. ગોવિંદભાઈ ધોળકિયા વધુમાં જણાવ્યું કે, તેઓએ જ્યારે પણ સ્વામીજી સાથે વાત કરી છે. ત્યારે તેઓને હકારાત્મક જવાબ મળ્યા છે..

તેઓએ ત્યારે પણ સ્વામીના મુખેથી નકારાત્મક જવાબ સાંભળ્યો નથી અને આ કારણથી જ અત્યારે આ સંસ્થા સતત સફળતાના પગથીયા ચડી રહી હોય તેવું કહી શકાય છે. પ્રમુખસ્વામી મહારાજ સાથેનો તેમનો દિવ્ય અનુભવ યાદ કરતા તેઓએ ઘણી બધી વાતો કહી છે.

અત્યારે આ શતાબ્દી મહોત્સવની અંદર રોજ ઘણા બધા ભક્તો દર્શન માટે આવી પહોંચે છે. આ શતાબ્દી મહોત્સવ પાછળ હજારો થી લાખોની સંખ્યામાં હરિભક્તોએ પોતાની સેવા પૂરી પાડી છે. આ ઉપરાંત કોઈને કોઈ જગ્યાએ પોતાનો યોગદાન આપ્યું છે. અહીં જુદી જુદી ઝાંખીઓ દરેક લોકોનું ખૂબ જ મન ખેંચી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *