ગુજરાતી સિંગર ગીતાબેન રબારી પતિ સાથે અમેરિકામાં માણી રહ્યા છે રજાની મજા, લેકમાં ચલાવી જેટ સ્કી, જુઓ તસ્વીર….
ઘણા ડાયરા ગાયકો અને કલાકારોએ ગુજરાતમાં પોતાનું નામ બનાવ્યું છે. જેમાં ગીતાબેન રબારી ઉર્વશીબેન રાદડિયા કિંજલબેન દવે કિર્તીદાનભાઈ ગઢવી સહિતનો સમાવેશ થાય છે. એવા કલાકારો છે જેઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાતની બહાર પણ અસંખ્ય શો કરી રહ્યા છે. હાલમાં ગીતાબેન રબારીની તસવીરો વાયરલ થઈ રહી છે.
ગીતાબેન રબારી તેના જીવનસાથી સાથે અમેરિકાના બીચ પર ભરપૂર આનંદ માણી રહી છે. ગીતાબેન રબારી અને તેમના પતિના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ફોટામાં ગીતાબેન રબારી તેમના પતિ સાથે તળાવમાં જેટ સ્કી પર અને ફોટોગ્રાફ્સ લેતા જોવા મળે છે.
ગીતાબેન રબારી ની વાત કરવામાં આવે તો તેમણે નાનપણથી જ અનેક મુસીબતોનો સામનો કરેલો છે. તેમના પિતા કાનજીભાઈ રબારી ગાય, ભેંસો રાખીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. ગીતાબેન રબારી બે થી ત્રણ વર્ષ ના હતા ત્યારે તેમના પિતાને લકવો થઈ ગયો હતો. ત્યારે બધા જ પશુઓ વહેચી નાખવા પડ્યા હતા.
ત્યારબાદ આખો પરિવાર કચ્છના અંજાર તાલુકાના ટપર ગામમાં સ્થાયી થયો હતો. ગીતાબેન રબારી ના માતા ગીતાબેન રબારી ના ભણાવવા માટે ઘરે ઘરે કચરા પોતા કરતા હતા. ગીતાબેન રબારી ને નાનપણથી જ ગાવાનો ખૂબ શોખ હતો. ગીતાબેન સરકારી સ્કૂલમાં ભણવા જતા હતા અને સ્કૂલમાં અવારનવાર ગીતો પણ ગાતા હતા.
એકવાર ગીતાબેન રબારી ને કોઈ કાર્યક્રમમાં ગાવાનો મોકો મળ્યો જ્યારે તેને કાર્યક્રમમાં ગાયું ત્યારે તેને પહેલી વખત ₹500 નું ઇનામ મળ્યું હતું. બાદમાં નાના-નાના પ્રોગ્રામ કરવાના શરૂ કર્યા હતા. ગીતાબેન રબારી એ તેનું એક નવું ઘર ખરીદ્યું હતું.
જેનું નામ તેને VINJU’S NEST રાખ્યું હતું. ઘરનું આ નામ રાખવા પાછળનું કારણ છે ગીતા રબારીનો માતૃત્વ પ્રેમ. ગીતા રબારીના માતાનું નામ વીંજુબેન ( VINJU) છે. ગીતાબેન રબારી ની હાલમાં ખૂબ જ સુંદર સુંદર તસવીરો વાયરલ થઈ રહી છે.