અમેરિકામાં રહેતા હરિભક્ત રાજેશભાઈએ કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજના માત્ર એક ફોનથી મારા પૌત્રનું આખું જીવન બદલાઈ ગયું… બાપાએ ફોન પર પૌત્રના કાનમાં એવું કહ્યું કે…

હાલ અમદાવાદ શહેરના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ 15 જાન્યુઆરી સુધી ચાલશે. દરરોજ દેશ-વિદેશમાંથી લાખો ભક્તો અહીં આવે છે. આ ઉપરાંત હજારો સ્વયંસેવકો પોતાનું કામ છોડીને બે-ત્રણ મહિનાથી અહીં સેવા આપી રહ્યા છે.

અહીં ઘણા હરિભક્તો પણ જોવા મળે છે જેમનું સમગ્ર જીવન પ્રમુખસ્વામી મહારાજે બદલી નાખ્યું છે. તો આજે આપણે એવા જ એક ભક્ત વિશે વાત કરવાના છીએ.

આ ભક્ત સોશ્યિલ મીડિયા પર પ્રમુખસ્વામી મહારાજે તેમની સાથે કરેલા સાક્ષાત્કારનું વર્ણન કરી રહ્યા છે. આ ભક્તનું નામ રાજેશભાઈ પટેલ છે અને તેઓ અમેરિકાના રહેવાસી છે. તેઓ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કાર્ય કરવા માટે ભારત આવ્યા છે.

ત્યારે રાજેશભાઈ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ તેમના જીવનમાં ખૂબ જ એટલે ખૂબ જ મોટી સમસ્યાઓ દૂર કરી છે અને પ્રમુખસ્વામી મહારાજના કારણે તેઓ આજે આ મુકામ પર છે. મિત્રો આપણને બધાને ખબર હશે કે પ્રમુખસ્વામી મહારાજ અત્યાર સુધીમાં લાખો હરિભક્તોનું જીવન બદલી નાખ્યું છે અને તેમને ખોટા રસ્તે જતા અટકાવ્યા છે.

રાજેશભાઈ જણાવ્યું કે, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના એક સોને તેમનું આખું જીવન બદલી નાખ્યું. તેમને જણાવ્યું કે તેમના પૌત્રનો જ્યારે જન્મ થયો ત્યારે તે ખૂબ જ રડતો હતો.

ત્યારે મારે મારા પૌત્રનું નામ પાડવું હતું એટલે મેં બાપાને ફોન કર્યો. બાપાએ ફોન ઉપાડ્યો પછી મેં રડી રહેલા પૌત્રના કાન પર ફોન રાખ્યો, ત્યારે પ્રમુખસ્વામી મહારાજ એ કહ્યું કે પાર્થ શું થયું આટલું કહેતા જ મારો પૌત્ર રડવાનું બંધ કરી દે છે.

રાજેશભાઈ જણાવ્યું કે આજે પાર્થના સંસ્કાર ખૂબ જ સારા એવા છે. પાર્થને ભક્તિમાં પણ ખૂબ જ સારો એવો રસ છે. રાજેશભાઈ નું માનવું છે કે બાપાના એક ફોન નથી તેમના પૌત્રનું આખું જીવન બદલાઈ ગયું છે. આ ઉપરાંત રાજેશભાઈ વધુમાં જણાવ્યું હતું કે, એક દિવસ અમારા ઉપર ખૂબ જ મોટી મુસીબત આવી ગઈ હતી.

પછી રાત્રે મેં પ્રમુખસ્વામી મહારાજને 2 વાગે પત્ર લખ્યો. 17 કલાક પછી બાપાએ મને પત્રનો જવાબ આપ્યો. પછી બાપાએ કીધેલી વાત પર મેં શ્રદ્ધા રાખી અને એ દિવસ પછી મારા ઘરમાં પરિવર્તન થઈ ગયું અને ઘરમાં બધા સુખ અને શાંતિથી રહેવા લાગ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *