આ છે માં મોગલનો કબૂરાઉનો ઈતિહાસ, સાંભળો બાપૂ શ્રી મણિધરના મુખેથી….
દુનિયા ભરમાં સૌ કોઈ માં મોગલ ધામ કબૂરાઉ ને જાણે છે અને તેમના પરચા તો ચારે તરફ ફેલાયેલા છે. કચ્છના કબૂરાઉ માં આવેલ માં મોગલ ના ધામને પણ સૌ લોકો જાણે જ છે. કબૂરાઉ ધામમાં આવેલ માં મોગલ સાથે રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે. અહીંયા હજારો અને લાખો ની સંખ્યામાં ભક્તો પોતાની આસ્થા અને શ્રધ્ધા રાખીને માં મોગલની માનતા રાખે છે.
કચ્છ જિલ્લાના કબૂરાઉમા માં મોગલનું ભવ્ય ધામ આવેલું છે. ત્યાં માં મોગલ સાથે તેમના પરમ ભક્ત મણિધર બાપૂ પણ વર્ષોથી ત્યાં જ બિરાજમાન છે. માં મોગલ નો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે.
કહેવાય છે કે માં મોગલનો ઇતિહાસ મહાભારત માં પણ જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો અને દ્રૌપદી સાથે બેઠા હતા અને કોઈ વાત પર ચર્ચા કરી રહ્યા હતા. દ્રૌપદી ની કોઈ વાત પર ભીમ હસવા લાગ્યો હતો, ત્યારે શ્રી કૃષ્ણએ ભીમને તેવું કરતા અટકાવ્યો અને કહ્યું કે તમે ધરોપતિ ને હસી ના ઉડાવો.
તમારે ધરોપતિ ની વાસ્તવિકતા જાણવા ઇચ્છતા હોય તો જ્યારે ધ્રુપટ કન્યા મધ્ય રાત્રિ ના સમયે સ્નાન કરવા જાય ત્યારે છૂપાય ને દર્શન કરવા તેની પાછડ જજો. પણ જોજો ઍક વાત નું ધ્યાન રાખજો જ્યારે તમને અવાજ સાંભરે ત્યારે માંગી લો.
ભીમ ધરોપતિ નું વિકરાળ રૂપ ધારણ કર્યું અને કહ્યું માંગી લો જે માંગવું હોઈ તે, ભીમ ધરોપતિનું વિકરાળ રૂપ જોઈને ડરી ગયા અને સરોવરમાં કુદી ગયા. ત્યાર બાદ જોગમાયા ના મોઢામાંથી અનર્ગ નીકળ્યો અને તેથી તે માં મોગલ કહેવાયા.
લોકવાયકા મુજબ ગીર પંથક માં કામરિયા, આહીર, ચારણો અને અન્ય માલધારીઓ સાથે જ રેતા હતા. કામરીયા આહીર ના માજી ને એક બેન કાપડમાં માં મોગલ આપ્યા હતા અને કહ્યું કે આ કપડાં માં મોગલ તને આપું છે. અમારા બધાના દુખ માં મોગલ એ ભાંગ્યા છે. તું પણ તારા મહડમાં જઇ ને આઈ મોગલ નું સ્થાપન કરજે. માં મોગલ તમારા બધા દુઃખ દૂર કરી દેશે.
પછી તે માજી એ કાપડ માં આપેલી માં મોગલ નું સ્થાપન કબૂરાઉના નહેડામાં કર્યું અને માં મોગલ એ સૌ માલધારી ના દુખડા ને દૂર કર્યા અને સુખે થી રહેવા લાગ્યા. ત્યારથી માં મોગલ કચ્છ જિલ્લાના કબૂરાઉ ધામમાં સાક્ષાત બિરાજમાન છે અને તેમના ભક્તો ની મનોકામનાઓ પૂર્ણ કરે છે.