હાલ આ સીટીમાં રહે છે ગુજરાતી ફિલ્મનાં ફેમસ સુપર સ્ટાર હિતેન કુમાર, જુઓ તેમના ઘરનો નજારો…

ગુજરાતી ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કહેવાતા ગુજરાતી ફિલ્મસ્ટાર હિતેન કુમાર વિશે આપણે સાંભળ્યું જ હશે, હિતેન કુમારે ઘણી સુપર હિટ ફિલ્મો આપી છે, જેમ કે “દેશ રે જોયા દાદા પરદેશ જોયા” મહીર મેં માંડુ નઈ લગન “પલવડે બાંધી પ્રીત” ઓઢી મેડી. ના ઓછી હિતેન કુમારે મોલ” વગેરે જેવી સુપર ડુપર ફિલ્મો આપી છે અને લોકોનું મનોરંજન કર્યું છે.

હિતેન કુમારની ગુજરાતી સિનેમા વિશે વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં 70 થી વધુ નાટકો અને 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ આપણે આ દિગ્ગજ અભિનેતાના જીવન વિશે કંઈપણ જાણતા નથી, આજે આપણે તેના જીવન વિશે કેટલીક રસપ્રદ બાબતો જાણીશું.

ગુજરાતી ફિલ્મોમાં હિતેનકુમારે એક પછી એક હિટ ફિલ્મો આપી છે તેથી તેને લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. ગુજરાતી ફિલ્મના જાદુગર હિતેન કુમારનું વતન સુરત નજીક ગણદેવી પાસેનું તોરણ ગામ છે, પરંતુ હાલમાં તેઓ પત્ની સાથે મુંબઈમાં રહે છે.

મલાડ, મુંબઈની દાલમિયા કૉલેજમાંથી ડબલ ગ્રેજ્યુએટ, હિતેન કુમારના પિતા ઈશ્વરલાલ જગજીવનદાસ મહેતા નોકરી કરતા હતા, અને તેમના પરિવારમાં કોઈને અભિનય વિશે કંઈ ખબર નહોતી. પરંતુ હિતેન કુમારને બાળપણથી જ એક્ટિંગનો ખૂબ જ શોખ હતો. તેથી તેના શોખ અને કૌશલ્યને કારણે તે ઘણો આગળ વધ્યો.

હિતેન કુમારના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેમણે 30 નવેમ્બર 1989ના રોજ સોનલ મહેતા સાથે લગ્ન કર્યા હતા. સોનલ મહેતા પોતે ડિઝાઇનર અને જ્યોતિષ છે. હિતેન કુમાર જે ગુજરાતી સિનેમાના પીઢ અભિનેતા છે,

પરંતુ તે હિન્દી ફિલ્મ જગતના અભિનેતા અમિતાભ બચ્ચન, નાના પાટેકર, સંજીવ કુમાર, કાજલ અને વિદ્યા બાલન અને વહીદા રહેમાનના ચાહક છે. હિતેનકુમારને પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે ઘણો પ્રેમ છે, તેણે પોતાના એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે જો હું એક્ટર ન હોત તો પ્રાણીઓનો ડોક્ટર બની ગયો હોત.

હિતેન કુમારને નિષ્ક્રિય બેસવાનું બિલકુલ પસંદ નથી, તે પોતાનો નવરાશનો સમય વાંચવામાં અથવા સારી ફિલ્મો જોવામાં વિતાવે છે. તેમણે ગુજરાતીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે તો 8 થી વધુ વખત રાજ્ય સરકારનો એવોર્ડ જીતનાર હિતેન કુમારને કુલ 50 થી વધુ એવોર્ડ મળ્યા છે. અને હિતેન કુમારે તેની કારકિર્દીમાં ઘણી ભૂમિકાઓ ભજવીને તેના ચાહકોને પ્રેરણા આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *