૧૦૦૦ વર્ષ જુના દંતેશ્વર મંદિરમાં સ્તંભ પકડીને માનતા માનવાથી ભક્તોની માનેલી બધી જ મનોકામનાઓ માતાજી પૂર્ણ કરે છે…
મિત્રો, દેશમાં ઘણા મંદિરો છે, દરેક મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે, આજે આપણે એવા જ એક મંદિર વિશે વાત કરીશું, આ મંદિરને 52 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે, આ મંદિર છત્તીસગઢ, દંતેવાડામાં આવેલું છે. આજે પણ છત્તીસગઢની હાજરા ભાખર દંતેશ્વરી માતા બિરાજમાન છે.
તેથી ભક્તો દર્શન માટે મોટી સંખ્યામાં આવે છે, દર્શન કરતાની સાથે જ ભક્તના જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે, આ મંદિર તમામ શક્તિપીઠોમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં દર વર્ષે બે નહીં, પરંતુ ત્રણ નવરાત્રીઓ ઉજવવામાં આવે છે, આ મંદિરમાં. ચૈત્ર મહિનામાં, ફાગણ અને આસો મહિનામાં ત્રણ નવરાત્રીઓ ઉજવવામાં આવે છે.
આ મંદિર પાછળ એક ખાસિયત પણ રહેલી છે જ્યાં દશેરો ઉજવવામાં આવતો નથી અને માતા મહાઆઠમના દિવસે દર્શન આપવા માટે બહાર આવે છે. તેથી ભક્તો આઠમના દિવસે મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડે છે, માતાના દર્શન માત્રથી જ ભક્તોના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર થાય છે અને તેમનું જીવન માતા ખુશીઓથી ભરી દેતા હોય છે.
આ મંદિરમાં ફાગણ મહિનામાં પણ નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે, આ મંદિરમાં ફાગણ મહિનામાં ઉજવવામાં આવે છે અને નવરાત્રીમાં નવેય નવ દિવસ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે, આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી રહી છે. આ મંદિરમાં જયારે ભક્તોની માનેલી મનોકામના પુરી થાય ત્યારે જ્યોત પણ પ્રગટાવવામાં આવે છે.
આ મંદિરમાં દર વર્ષે સાત હજાર કરતા પણ વધારે ઘી અને તેલના દીવા પ્રગટાવવામાં આવે છે. આ મંદિરમાં એક એવી માન્યતા રહેલી છે કે જે લોકો આ મંદિરમાં આવીને પોતાની મરજીથી સ્તંભને પકડીને મનોકામના માગે છે તે દરેક ભક્તોની માનેલી મનોકામના માતા પૂર્ણ કરે છે, તેથી દર વર્ષે નવરાત્રિના સમયે લાખો ભક્તો માતાના દર્શન કરવા માટે ઉમટી પડે છે.