શું થાય છે જયારે મહિલાના શરીર માંથી નીકળી જાય છે ગર્ભાશય, મહિલાઓ અને પરણિત પુરુષોએ ખાસ વાંચવું
મિત્રો મહારાષ્ટ્રનું એક જિલ્લો ખૂબ જ ફેમસ થઈ ગયો છે, તેનું કારણ એ છે કે અહીં ચાર હજારથી પણ વધારે મહિલાઓએ પોતાની ગર્ભાશયની કોથળી કઢાવી નાખી હતી. 25 થી 30 વર્ષની નાની ઉંમરમાં જ દેશ ની ત્રણ ટકા મહિલાઓ પોતાના ગર્ભાશયની કોથળી કઢાવી નાખે છે.
મહારાષ્ટ્રમાં આંકડો 36 ટકાને પાર થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય પણ આ બાબતમાં કડક પગલાં લીધા હતા. તો ચાલો જાણીએ યુટ્રસ એટલેકે (ગર્ભની કોથળી) કઢાવી નાખવાથી શરીર પર શું અસર થાય છે?
આ એક સામાન્ય સર્જરી નથી આચરીને એક મેજર સર્જરી માનવામાં આવે છે જે ખાસ હાલતમાં જ કઢાવવામાં આવે છે. ડોક્ટરના કહેવા પ્રમાણે એ નક્કી થાય છે કે ગર્ભાશયની કોથળી કઢાવી નાખવી કે પછી દવા લઈને તેને સારી કરવી. ઘણી વખત આ ઘાટ ખૂબ જ ઝડપથી ફેલાઈ જતી હોવાથી તે કેન્સરનું કારણ પણ બની શકે છે.
એ સમયે ગર્ભાશય દૂર કરવું એ જ એક ઉત્તમ ઉપાય રહે છે. ગર્ભાશયની અંદર જ પ્રેગ્નન્સી દરમિયાન બાળકનો વિકાસ થતો હોય છે. પરંતુ અમુક સમયે કોઇ કારણોસર ગર્ભાશયને કઢાવી નાખવામાં આવે છે. તો ચાલો જાણીએ શું છે તેની પાછળના કારણો.
ફાઈબ્રાઇડ – આ પ્રકારના દર્દીની અંદર ગર્ભાશયની આજુબાજુ ગાંઠો થવા લાગે છે. જેને પિરિયડ દરમિયાન લોહીનો સ્ત્રાવ થાય છે. અને દુખાવો પણ ખૂબ જ થાય છે. આ પ્રકારની સમસ્યામાં વારંવાર ટોઇલેટ જવું પડતું હોય છે. જો તેનું કદ વધી જાય તો ઓપરેશન કરાવવુ એ જ એકમાત્ર રસ્તો રહે છે.
એન્ડોમેટ્રિઓસીસ –
જ્યારે ગર્ભાશયની આજુબાજુની લાઇનિંગ વધારે પ્રમાણમાં ફેલાઈ જવાથી તે ઓવરી, ફેલોપિયન ટ્યુબ અને અને બીજા અંગો પર અસર પડે છે.
આ પરિસ્થિતિને આપણે એન્ડોમેટ્રિઓસીસ કહીએ છીએ. આ પ્રકારના રોગ વાળા દર્દી ની રોબોટિક હિસ્ટરેક્ટોમી કરવામાં આવે છે. તથા તેની ગર્ભાશય દૂર કરવામાં આવે છે.કેન્સર યુટ્રસ, સર્વિક્સ, ઓવરી અને કેન્સર થવા પર અને ગાંઠો થવા પર જે આગળ જતા ગાંઠો પર કેન્સર થાય છે.
યુટેરાઈન બ્લીડીંગ –
તમે જોયું હશે કે અમુક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ખૂબ જ બ્લીડિંગ થતું હોય છે. આ બિલ્ડિંગ દવાઓથી પણ નિયંત્રણમાં આવતું નથી. જેથી કરીને શરીરની અંદર એનિમિયાનો ભય ઊભો થાય છે. હાઈ પરિસ્થિતિની અંદર એકમાત્ર રસ્તો હિસ્ટરેક્ટોમી છે અને આ એક સૌથી છેલ્લો વિકલ્પ છે.
હિસ્ટરેક્ટોમી પછી પ્રેગનેન્સી નામુમકીન :
દરેક ડોક્ટરના કહેવા પ્રમાણે હિસ્ટરેક્ટોમી એ એક આખરી વિકલ્પ હોય છે. ડોક્ટર આ પ્રકારની સર્જરી કરવાનું ત્યારે જ કહેતા હોય છે કે જ્યારે દવાથી તેનું નિયંત્રણ કરી શકાતું નથી. ભારત દેશની અંદર ગરમીવાળા વિસ્તારમાં હિસ્ટરેક્ટોમી જેવી મેજર સર્જરી માટે તપાસ અને કાઉન્સેલિંગ માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી.
આ રીતે થાય છે હિસ્ટરેક્ટોમી :
આ પ્રકારના ઓપરેશન ની અંદર જનરલ એન્થીશિયા ની જરૂર હોય છે. એટલે કે બેહોશ કરવા માટેની પ્રક્રિયા. લોકલ એન્થીશિયા ની અંદર માત્ર એ ભાગ જબ એવું થાય છે
કે જેની અંદર સર્જરી કરવાની હોય. હિસ્ટરેક્ટોમી એબડોમીનલ, વજાઇન અને લેપ્રોસ્કોપીક ૩ પ્રકારની હોય છે. પહેલી બે પ્રક્રિયામાં ક્રમશ: પેટ અને વજાઇનમાં ચીરા પડે છે, તેમજ ત્રીજી પ્રક્રિયામાં લેપ્રોસ્કોપ એટલે કે કેમેરા ની મદદ થી સર્જરી થાય છે.
યુટ્રસ રીમુવલની આડ અસર :
ટૂંકા સમયના ઓપરેશન વાળા ભાગની અંદર દુખાવો, બળતરા, સોજો તથા પગમાં ખાલી ચડવી જેવી સમસ્યાઓ સર્જાતી હોય છે. હિસ્ટરેક્ટોમી કરાવવાના કારણે સ્ત્રીઓ ની અંદર મેનોપોઝ ઓછી ઉંમરમાં જ આવી જાય છે.
એટલે કે નાની ઉંમરમાં જ પિરિયડ બંધ થઇ જતા હોય છે. અમુક મહિલાઓ અને તેની અસર લાંબા સમયે થાય છે. આ પ્રક્રિયા બાદ કોઈપણ મહિલા માં બની શકતી નથી.