જો તમે શિયાળામાં હાડકાના દુખાવાથી છો પરેશાન, તો કરો આ પાનનું સેવન, જાણો તેના અનેક ફાયદા…
આજકાલ ઘણા લોકો ઓઇલી ફૂડ ખાવાનું પસંદ કરે છે અને તેના કારણે શરીરમાં અનેક બીમારીઓ ઉત્પન્ન થાય છે. આ બધા રોગોના ઈલાજ માટે આપણે ઘણી દવાઓ લઈએ છીએ પરંતુ આ રોગો દૂર થતા નથી. ચાલો આજે જાણીએ આવી જ સમસ્યાનો ઉકેલ જે મોટાભાગના લોકોમાં જોવા મળે છે.
ઘણા લોકો શરીરમાં કમર, સાંધા અને ઘૂંટણના દુખાવાની સમસ્યાથી પીડાય છે, તેથી જ આ બધા દુખાવાઓને દૂર કરવા માટે આપણે ઘણા ઉપાયો પણ કરીએ છીએ. પરંતુ ઘણી વાર તે બધા દર્દ દૂર થતા નથી, તેથી તે બધા દર્દથી છુટકારો મેળવવા માટે આ ઉપાય કરવાથી તમારા શરીરના દુખાવાઓથી છુટકારો મેળવવા માટે આ હર્બલ ઉપાય અપનાવો.
એવું પણ કહેવાય છે કે જે લોકોના શરીરમાં ગમે તેવો સાંધાનો દુખાવો હોય તે પણ આ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવાથી દૂર થાય છે. આ વનસ્પતિના પાનને પારિજાતના પાન તરીકે ઓળખવામાં આવે છે. પારિજાતના પાનનો આવી રીતે ઉપાય કરવાથી શરીરમાં થતા સાંધાના અને કમરના દુખાવા દૂર થાય છે.
આ ઉપાય કરવા માટે આપણે પારિજાતના પાન લેવાના છે અને તેને સવારે વાટીને તેની ચટણી બનાવીને તેને દોઢ ગ્લાસ પાણી લેવાનું છે અને તેને ઢાંકીને મુકવાનું છે.
આ પાણીને રાત્રે સૂતી વખતે ઉકાળવાનું છે, જયારે આ પાણી ત્રીજા ભાગનું વધે ત્યાં સુધી તેને ઉકાળીને પછી તેને ગાળીને ઠંડુ થાય એટલે પીવાનું છે. આ ઉપાય સવારે અને સાંજે એમ દિવસમાં બે વાર કરવાનો છે.
તેથી તમે આ ઉપાય દસથી પંદર દિવસ સુધી કરશો તો તમારા શરીરમાં થતા સાંધાના, ગોઠણના અને કમરના દુખાવામાં રાહત મળશે અને આ વનસ્પતિનો ઉપાય કરવાથી તમારા શરીરમાં થતા બધા જ પ્રકારના દુખાવા દૂર થાય છે.