એક મિકેનિકલ એન્જીનીયર નોકરી કરવાને બદલે દીક્ષા લઈને કઈ રીતે બની ગયા જ્ઞાનવત્સલ સ્વામી, જાણો તેમની કહાની વિષે.

જ્ઞાનવત્સલ સ્વામીને આપણે બધા જાણીએ છીએ, તેથી તેમનું નામ સોશિયલ મીડિયા પર મૂકતાની સાથે જ મોટી સંખ્યામાં તેમના પ્રેરક વીડિયો આવે છે અને ઘણા લોકો તે વીડિયો પણ જુએ છે, જ્ઞાનવત્સલ સ્વામી અસ્ખલિત અંગ્રેજી બોલે છે. તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે આટલો ભણેલો માણસ પણ સંત કેવી રીતે બન્યો.

જ્ઞાનવત્સલ સ્વામીએ વર્ષ 1991માં વલ્લભવિદ્યાનગરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો હતો, જ્ઞાનવત્સલ સ્વામી પણ અન્ય યુવાનોની જેમ સારી નોકરી કરવાનું વિચારતા હતા પરંતુ થયું એવું કે તેઓ 1992ની સાલમાં દીક્ષા લીધા બાદ અચાનક જ સંત બની ગયા હોવાનું જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું હતું. ,

તે સ્વામિનારાયણ છાત્રાલયમાં રહીને મેકિનિકલ એન્જીનીયરનો અભ્યાસ કરતા હતા અને ત્યાં દર વર્ષે પ્રમુખસ્વામી મહારાજ આવીને રહેતા હતા.

તો તે સમય દરમિયાન તેમને તેમના જીવનની ત્રણ વાતો ખુબ જ પસંદ આવી ગઈ હતી, જ્ઞાનવત્સલ સ્વામીને પહેલી વાત તેમના જીવનની પવિત્રતા, બીજી સમાજ પ્રત્યે નિસ્વાર્થ સેવા ભાવના અને ત્રીજી સ્વામિનારાયણ ભગવાનમાં અપાર શ્રદ્ધા.

આ જોઈને જ્ઞાનવત્સલ સ્વામીને પણ એવું થયું કે જીવન તો આવી જ રીતે જીવવું જોઈએ તેથી જીવન જીવવાનો આનંદ પણ આવે. તેથી જ્ઞાનવત્સલ સ્વામી વર્ષ ૧૯૯૨ માં દીક્ષા લઇને સંત બની ગયા હતા, આ પછી તેમને મોટિવેશન કરીને સમાજના યવાનોમાં નવી એક રાહ જગાડવાનું કામ શરુ કર્યું અને આજે જ્ઞાનવત્સલ સ્વામી યુવાનોમાં ખુબ જ જાણીતા બની ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *