આ છે કાગડા સાથે જોડાયેલા શુકન-અપશુકન વિશેની અજાણી વાતો, તમે લગભગ નહી જાણતા હોવ…
માનવામાં આવે છે કે કાગડામાં ખાસ શક્તિ હોય છે. જેના કારણે તે આવનારા સમયમાં થનારી સારી અથવા ખરાબ ઘટના અંગે પહેલાથી જ જાણી શકે છે. અનેક વાર લોકો પાસેથી તમે સાંભળ્યું હશે કે ઘર પર બેસીને કાગડો બોલે તો ઘરમાં મહેમાન આવે છે. આવા અન્ય શુકન અને અપશુકન પણ છે જે કાગડાના બોલવા સાથે જોડાયેલા છે.
જો એક કરતાં વધારે કાગડા છત પર એકઠા થઈ ઘોંઘાટ કરે તો પરિવારમાં ઝઘડો થાય છે. અથવા તો ઘરની મુખ્ય વ્યક્તિ પર સંકટ આવે છે.
બપોર પહેલા જો કાગડાનો અવાજ પૂર્વ અથવા ઉત્તર દિશાથી સાંભળવા મળે તો સમજી લેવું કે દિવસ લાભપ્રદ રહેશે. તેને સુખ પ્રાપ્તિનો સંકેત પણ માનવામાં આવે છે.
ઘરની છત પર આવીને કાગડો જો દક્ષિણની તરફ મુખ કરીને બોલે તો આ અશુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી ઘરમાં કોઈને મૃત્યુતુલ્ય કષ્ટનો સામનો કરવો પડે છે.
ક્યાંય જઈ રહ્યા હોવ અને રસ્તામાં કાગડો કોઈ વાસણમાં પાણી પીતો દેખાઈ જાય તો આ સંકેત છે કે તમને ધન લાભ મળશે, જે કામમાં જઈ રહ્યા છો તેમાં સફળતા મળશે.
કાગડો મોંમાં રોટલી અથવા માંસનો ટુકડો લીધેલો દેખાય તો આ સંકેત છે કે તમારી કોઈ મોટી ઈચ્છા પૂર્ણ થશે.
કાગડો જો શરીર પર ચરક કરી દે તો એવું માનવામાં આવે છે કે શારીરિક અને માનસિક પીડાનો સામનો કરવો પડી શકે છે.
સવારે સૂઈને ઊઠો અને જુઓ કે તમારા ઘર પર કાગડાની કાંવ-કાંવ લાગેલી રહે તો આ સંકેત છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવવાનું છે.