તુવેરના દાણા અને અન્ય કઠોળને આખું વર્ષ રાખો તાજા, જાણો સંગ્રહ કરવાની સાચી રીત વિશે…

હાલ ની શિયાળા ની સિઝન મા તમે ફ્રેશ તુવેર ના દાણા નિહાળી શકશો. પરંતુ , આ તુવેર ના દાણા ને તમારે બારેમાસ સંગ્રહી રાખવા હોય તો તેના માટે શુ કરવુ ? તેના વિશે આજે આપણે માહિતી મેળવશુ.

જેમ આપણે લીલા વટાણા નો બારેમસ સંગ્રહ કરી શકીએ છીએ તેવી જ રીતે આપણે તુવેર ના દાણા નો પણ સંગ્રહ કરી શકીએ. તેને સંગ્રહ કરવા માટે આપણે શુ-શુ કાળજી લેવી પડશે ? તેના વિશે માહિતી મેળવીએ.

તુવેર ના દાણા ને બારેમાસ સંગ્રહી રાખવા માટે જરૂરીયાત પડતી સાધન-સામગ્રી :

૨ લિટર પાણી . અડધી ચમચી સાકર , અડધી ચમચી નમક , પા ચમચી ખાવા નો સોડા , ૫૦૦ ગ્રામ તુવેર ના દાણા.

સૌપ્રથમ ૨ લિટર પાણી ને ચૂલા પર ગરમ થવા મૂકી દો અને આ પાણી હુફાળુ થઈ જાય એટલે તેમા સાકર , નમક તથા સોડા ઉમેરી દો.

સાકર દ્વારા તુવેર ના દાણા નો રંગ જળવાઈ રહે છે, નમક પ્રિઝર્વેટીવ નુ કાર્ય કરે છે જ્યારે સોડા દ્વારા દાણા વ્યવસ્થિત રીતે ચડી જાય છે. આ પાણી ફળફળતુ ગરમ થઈ જાય એટલે તેમા તુવેર ના દાણા ઉમેરી દો.

હાલ અહી ૫૦૦ ગ્રામ તુવેર ના દાણા લેવા મા આવ્યા છે. તુવેર ના દાણા ઉમેરી ને આ પાત્ર ઢાંકી ગેસ પર આ દાણા ઉકળવા દો. ૫ મિનિટ ઉકાળ્યા બાદ ગેસ બંધ કરી આ તુવેર ના દાણા ને બરફ ના ઠંડા પાણી ભરેલા પાત્ર મા નાખી દો.

જેના કારણે તેની કુકિંગ પ્રક્રિયા બંધ થઈ જાય. આ દાણા ને ૨ મિનિટ ના સમયગાળા સુધી આ પાણી મા રહવા દો. જેથી તે રૂમ ના તાપમાન અનુકુળ થઈ જાય.

૨ મિનિટ પછી આ તુવેર ના દાણા ને કોટન નુ કપડુ લઈ તેના દ્વારા વ્યવસ્થિત રીતે સાફ કરવુ કે જેથી દાણા મા પાણી ના રહે અને તેને ઝીપ પાઉચ મા સંગ્રહ કરી લો.

આ પાઉચ માં દાણા એવી રીતે સંગ્રહ કરો કે પાઉચ ની અંદર હવા નુ નામુનિશાન ના રહે. આમ વેક્યુમ પેક ની જેમ દાણા નો સંગ્રહ થશે અને તેનો ઉપયોગ વધારે સરળ બનશે. જેથી તમારે વારંવાર આ પાઉચ ને ખોલ બંધ ના કરવુ પડે.

તમે આ દાણા ને ડબ્બા મા પણ સંગ્રહ કરી શકો છો. પરંતુ , પાઉચ મા સંગ્રહ કરવુ શ્રેષ્ઠ રહેશે કારણ કે પાઉચ મા સંગ્રહ કરવા થી તેમા હવા નુ પ્રમાણ નહિવત રહે છે અને તેમા બરફ જામતો નથી. તો આ પધ્ધતિ થી તુવેર ના દાણા સંગ્રહવા મા આવે તો તમે તેનો ઉપયોગ બારેમાસ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *