દિવ્યાંગ બાળકો માટે ઘર બનાવી ખજૂરભાઈએ ફરી એકવાર માનવત મહેકાવી, માજીએ આવીને કહ્યું મારા 9…

જેમ તમે જાણો છો કે આ દુનિયામાં કેટલાક એવા લોકો છે જે લોકોની મદદ કરવા માટે ભગવાન બની જાય છે. ઘણી વખત, જો કોઈ વ્યક્તિ સીધી મુશ્કેલીમાં હોય, તો ભગવાન જેવા લોકો તેની મદદ કરવા આવે છે.

આ દુનિયામાં ઘણા લોકો પાસે પૈસા છે, પરંતુ માત્ર થોડા જ લોકો તેને આપવાનું ધ્યાન રાખે છે, તેમાંથી એક છે નીતિન જાની એટલે કે. ખજુરભાઈ. આવો અમે તમને તેના નવા એક પ્રકારની મદદગાર વિશે જણાવીએ જે તમારી આંખોમાં આંસુ લાવી દેશે. ચાલો તમને તેમના નવા સેવા કાર્ય વિશે વિગતવાર જણાવીએ.

નીતિનભાઈ જાની તાજેતરમાં જ 9 માનસિક બિમાર છોકરાઓની સંભાળ લેવા ગોંડલ શહેરમાં પહોંચ્યા હતા. આ તમામ બાળકો તેમના માતા-પિતા દ્વારા બંધાયેલા છે.

કારણ કે તેમની પાસે સમજણ ઓછી છે, તેમને સમાજ અને તેના વિશે કંઈપણ જ્ઞાન નથી. ઉપરથી તેઓ જ્યાં રહે છે, ત્યાં પાછળ રેલ્વે લાઇન અને આગળ હાઇવે છે. જેથી આ બાળકોના વાલીઓએ બાળકોને બાંધીને રાખવાની ફરજ પડી છે.

જણાવીએ તો આ માતા પિતા માંથી આ બાળકોની માતા નીતિનભાઈ જાનીને કાર્યક્રમમાં મળ્યા અને કહ્યું કે કહ્યુ હતું કે, મારા 9 ગાંડાને તમારી મદદની જરૂર છે. બસ આટલુ સાંભળીને ખજૂરભાઈ મદદે દોડી આવ્યા હતા. આમ જેથી નીતિનભાઈ જાની પરિવારની મદદ માટે ગોંડલ આવી પહોંચ્યા હતા.

સાથે સાથે ગોંડલ નગરજનોને પણ આ સતકાર્યમાં જોડાવા અપીલ કરી હતી.તેમજ આ સાથે નીતિન જાનીએ જણાવ્યું હતું કે, અમે આ 228 મું ઘર બનાવી રહ્યા છીએ. ગોંડલના એક અસામાન્ય અને ગરીબ પરિવાર કે જેમના માટે માથા પર ઘરનું છાપરુ હોવું ખૂબ જ જરૂરી છે.

આમ નીતિનભાઈ જાનીએ મકાન બનાવવાની તમામ સામગ્રી પણ પુરી પાડી હતી આ સાથે જ તેઓ મકાન બનાવવાની કામગીરીમાં પણ જોડાયા હતા. તેમજ વધુમાં નીતિન જાનીએ વધુમાં કહ્યું કે, હું ગોંડલમાં પહેલી વાર આવ્યો છું. અહિયાં એક અસામાન્ય પરિવારની પરિસ્થિતિ જોઈ લોકોને પણ વિનંતી કરું છું કે આવા લોકોના મદદ આવે. અમે ત્રણ ઘર બનાવવાનાં છીએ.

અમારી ગણતરી છે કે, ત્રણ રૂમ બનાવીએ, એટેચ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરીએ છીએ અને બહારથી આપણે જાળીની વ્યવસ્થા કરીએ, જેથી કરીને એના વૃદ્ધ મા-બાપ છે એને કોઈ તકલીફ ન પડે. દસ બાર દિવસમાં ત્રણ મકાન બનાવી દઈસુ. રાત-દિવસ કામ કરીશુ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.

ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *