હજુ તો દુબઈનો થાક ઉતર્યો નથી ત્યાં કિંજલ દવે પહોંચી અમેરિકા, જુઓ તસવીરો…

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે તેના ગીતો ઉપરાંત તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. કિંજલ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો ચાહકો સાથે શેર કરીને પોતાના અંગત જીવનની ઝાંખી પણ બતાવતી રહે છે.

થોડા દિવસ પહેલા જ કિંજલ દવે તેના ભાવિ પતિ પવન જોશી સાથે દુબઈના પ્રવાસે ગઈ હતી, જ્યાંથી પણ પવન જોશી અને કિંજલ દવેએ શાનદાર તસવીરો શેર કરી હતી, ત્યારે કિંજલ દવે દુબઇથી આવ્યાના હજુ થોડા જ દિવસ થયા છે ત્યાં તે ફરી સાત સમુદ્ર પાર અમેરિકા પહોંચી ગઈ છે.

કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોતાના અમેરિકા પ્રવાસની ઢગલાબંધ તસવીરો શેર કરી છે, આ ઉપરાંત તેને સ્ટોરીમાં પણ એકથી એક શાનદાર તસવીરો શેર કરી છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. કિંજલ દવેની આ તસવીરોમાં તેનો આગવો અંદાજ પણ જોવા મળી રહ્યો છે.

કિંજલ દવેએ ગઈકાલે જ એરપોર્ટ ઉપરથી તેની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે ટ્રાવેલિંગ માટે એકદમ કમ્ફર્ટેબલ લુકમાં જોવા મળી હતી. અમેરિકા જતા સમયે કિંજલ દવેએ ટ્રેક અને ટીશર્ટ સાથે જેકેટ પહેર્યું હતું અને તેના હાથમાં બેગ પણ જોવા મળી રહી હતી. આ દરમિયાન તેને કેમેરા સામે જોઈને પોઝ પણ આપ્યા હતા.

કિંજલ દવેએ આ તસવીરો શેર કરવાની સાથે કેપશનમાં તે ક્યાં જઈ રહી છે તે પણ જણાવ્યું હતું, તેને કેપશનમાં લખ્યું હતું, Yes !! Again it’s time to fly US”. જેના ઉપરથી તેના ચાહકોને જાણવા મળ્યું કે તે અમેરિકા જઈ રહી છે, તેની આ તસવીરો ઉપર ઘણા ચાહકોએ કોમેન્ટ કરી હતી અને તેને સુરક્ષિત પ્રવાસ માટેની શુભકામના પણ પાઠવી હતી.

અમેરિકા પહોંચ્યા બાદ પણ કિંજલ દવેએ પોતાની સ્ટોરીની અંદર ઘણી બધી તસવીરો શેર કરી છે. જેમાં અમેરિકાની અંદર કિંજલ આનંદ માણતી જોવા મળી રહી છે. આ ઉપરાંત તેને ફલાઇટમાંથી પણ તસ્વીર શેર કરી છે. કિંજલ દવેએ મિયામી પહોંચ્યા બાદ ત્યાંથી પણ તસવીરો પોતાની સ્ટોરીમાં શેર કરી હતી.

ત્યારે હાલમાં જ કિંજલ દવેની કેટલીક લેટેસ્ટ તસવીરો પણ સામે આવી છે, જેની અંદર તે અમેરિકામાં બોટની અંદર બેઠેલી જોવા મળી રહી છે. આ તસવીરોમાં કિંજલ જીન્સ ટીશર્ટ સાથે બ્લેક ચશ્મા પહેરીને કેમેરા સામે પોઝ આપી રહી છે.

કિંજલ દવેની આ તસવીરો ઉપર ચાહકો પણ ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે, ગણતરીના સમય પહેલા જ પોસ્ટ થયેલી આ તસ્વીરોને હજારો લોકોએ લાઈક કરી છે અને ઘણા બધા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ તસવીરો શેર કરવાની સાથે કિંજલે કેપશનમાં લખ્યું છે, “BLUE SKIES WITH NEW A SUN LOTION”.

ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં જ કિંજલ દવે તેના પિતા લલિત દવે સાથે અમેરિકાના પ્રવાસે ગઈ હતી. અમેરિકામાં તેને ઘણા બધા કાર્યક્રમો કર્યા, જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સામે આવી હતી. જેને ચાહકોએ પણ ખુબ જ પસંદ કર્યા હતા.

અમેરિકામાં વસતા ગુજરાતીઓ પણ કિંજલ દવેના તાલ ઉપર ખુબ જ ઝુમતા વીડિયો અને તસ્વીરોમાં જોવા મળ્યા હતા. સાથે સાથે કિંજલ દવેએ અમેરિકાના પ્રવાસ દરમિયાન તેની કેટલીક ફરવા દરમિયાનની તસવીરો પણ શેર કરી હતી.

દોઢ મહિનો અમેરિકામાં વીતાવ્યા બાદ વતન પરત આવેલી કિંજલ દવેનું તેના ઘરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર પણ શેર કર્યો હતો.

કિંજલના ઘરે આવવાની ખુશીમાં તેના ઘરની બહાર આતીશબાજી થતી જોવા મળી હતી. આ સાથે જ કિંજલ ઉપર ફૂલોનો વરસાદ કરીને તેની આરતી પણ ઉતારવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *