કિંજલ દવેએ જેઠાલાલના ઘરમાં જઈને અલગ અલગ સ્ટાઇલમાં પડાવ્યા ફોટા, અંજલીભાભી સાથે પણ પવને આપ્યા પોઝ, જુઓ શાનદાર તસવીરો…

ટીવી ઉપર દર્શકોની પહેલી પસંદ એવા “તારક મહેતા કા ઉલ્ટા” ચશ્મા શો દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ શોના પાત્રોને મળવાનું સપનું દરેક વ્યક્તિનું હોય છે, તો ઘણા લોકોના આ સપના પૂર્ણ પણ થતા હોય છે, અને ઘણા લોકો તસવીરો સાથે જ ખુશ રહી લેતા હોય છે.

ત્યારે હાલમાં જ ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે તેના ભાવિ પતિ પવન જોશી સાથે તારક મહેતાના કલાકારો સાથે મળવા માટે સેટ ઉપર પહોંચી હતી, અને ત્યાં તેને જેઠાલાલના ઘરની મુલાકાત પણ લીધી હતી, જેની કેટલીક તસવીરો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

કિંજલ દવેની જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી સાથે પોઝ આપતી એક તસવીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે અને ચાહકો પણ આ તસ્વીરને ખુબ જ પસંદ કરી રહ્યા છે, સાથે જ કોમેન્ટ કરી અને તેના વખાણ પણ કરી રહ્યા છે.

કિંજલ દવે અને પવન જોશી જેઠાલાલના ઘરની અંદર પણ પહોંચી ગયા અને ઘરની અંદર બાપુજી જે હિંચકે બેસતા અને દયાબેન સાથે જેઠાલાલ જે હિંચકા ઉપર બેસી અને સુખ દુઃખની વાતો અભિવ્યક્ત કરતા હતા તે હિંચકા ઉપર પણ કિંજલ દવે તેના ભાવિ પતિ પવન જોશી સાથે જોવા મળી. જેની તસ્વીર પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

આ ઉપરાંત કિંજલ દવેના ભાવિ પતિ પવન જોશીએ પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી જેમાં તે જેઠાલાલ સાથે પોઝ આપતો જોવા મળે છે. જેઠાલાલે આ દરમિયાન ધારાવાહિકમાં જે લુકની અંદર જોવા મળે છે એજ લુકમાં જોવા મળ્યા હતા. તેમને આ દરમિયાન કુર્તો પહેયો હતો.

પવન જોશી અને આકાશ દવેએ તારક મહેતા શોમાં અંજલિ ભાભીનું પાત્ર નિભાવી રહેલા અભિનેત્રી સુનૈના ફોજદાર સાથે પણ મુલાકાત કરી હતી, આ દરમિયાન બંનેએ સુનૈના બફોજદાર સાથે તસ્વીર પણ લીધી હતી, આ તસ્વીર પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

કિંજલ દવેએ પોતાની આ સફર દરમિયાન પ્રીતિ જેઠવા સાથે પણ મુલાકાત કરી હતી, પ્રીતિ જેઠવાએ જેની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે. પ્રીતિ જેઠવા હાલમાં જ આવેલી વેબ સિરીઝ “હ્યુમન”માં મંગુનું પાત્ર નીભવાનારા અભિનેતા વિશાલ જેઠવાની રિયલ લાઈફ મધર છે.

પ્રીતિ જેઠવા દ્વારા શેર કરવામાં આવેલી બીજી તસવીરની અંદર કિંજલ દવે, પ્રીતિ જેઠવા, આકાશ દવે અને પવન જોશી જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કિંજલ દવેનો લુક પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. તેના લુકની પણ ચાહકો ખુબ જ પ્રસંશા કરતા જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *