નાની ઉંમરે ઘર છોડ્યું, દુનિયા ભરમાં ૧૧૦૦થી પણ વધારે મંદિર બનાવ્યા અને 100થી પણ વધારે સ્કૂલ અને હોસ્ટેલ બનાવી, એવા દિવ્ય પ્રમુખસ્વામી મહારાજની જીવનયાત્રા વિષે જાણીને રડી પડશો.
આજે દિવ્ય સંત પ્રમુખસ્વામી મહારાજની 100મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. 600 એકરમાં ફેલાયેલા પ્રમુખસ્વામી નગરની મુલાકાતે દેશ-વિદેશમાંથી લાખો લોકો આવી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે લોકો માટે ઘણું કર્યું છે.
આજે અમે તમને તેમના જીવનની એવી વાતો વિશે જણાવીશું જે મોટાભાગના લોકો નથી જાણતા. પ્રમુખસ્વામી મહારાજનો જન્મ 1921માં વડોદરા ખાતે થયો હતો. તેમને બાળપણથી જ ભક્તિમાં રસ હતો, તેથી તેઓ શાસ્ત્રીજી મહારાજના શિષ્ય બન્યા અને 18 વર્ષની વયે સન્યાસ લીધો.
અને પોતાની કલ્યાણ યાત્રા શરૂ કરી. માત્ર 28 વર્ષની ઉંમરે તેઓ BAPSના પ્રમુખ બન્યા અને વિશ્વભરમાં જાણીતા બન્યા. તેમણે તેમના જીવનકાળમાં 1100 થી વધુ મંદિરો બનાવ્યા છે અને તેમના દયાળુ સ્વભાવને કારણે આજે સમગ્ર વિશ્વમાં જાણીતા છે.
પ્રધાનમંત્રી મોદીથી લઈને રાષ્ટ્પતિ APJ અબુદુલ કલામ પણ તેમને માનતા હતા. પ્રધાનમંત્રી મોદીતો તેમને પોતાની પિતાની નજરે જોતા હતા.
વિદેશી લોકો પણ,પ્રમુખસ્વામી મહારાજને લોકો માને છે, તેમને અમેરિકા જેવા દેશમાં ૭૦ થી વધુ મંદિરો બનવ્યા છે હજરો યુવકોને શ્વસન મુક્ત કર્યા છે, ૨૦૧૬ માં પ્રમુખસ્વામી મહારાજે સારંગપુરમાં પોતાનો દેહ છોડ્યો હતો. ત્યારથી મહંત સ્વામી મહારાજ BAPS ની કમાન સંભાળી રહયા છે.