મહિલાઓના અમુક રોગોનું મુળ કારણ હોય છે તેની બ્રા, આ લેખ મહિલાઓ જરુર વાંચે…..
મોટાભાગની મહિલાઓ- 80 ટકા મહિલાઓ ખોટા ફિટિંગવાળી બ્રા પહેરે છે. લોન્જરી ઈન્ડસ્ટ્રીઝમાં છેલ્લા 16 વર્ષથી કામ કરતી બ્રા ફિટિંગ સ્પેશિયાલિસ્ટ પૌલા સ્વોબોડાએ જણાવ્યું કે વર્ષોથી મહિલાઓ આ ખોટી સાઈઝની બ્રા પહેરતી આવી રહી છે જેના કારણે હવે માથામાં દુ:ખાવની તકલીફ સામે આવી રહી છે.
ખોટા ફિટિંગવાળી બ્રા, માથાનો દુઃખાવો, સ્તનનો ખરાબ આકાર આ તમામ બાબતો તમે ઘરે જ તપાસ કરી શકો છો. માથાનો દુખાવો ત્યારે વધે છે જ્યારે તમે ખુલ્લી અથવા ફિટ બ્રા પહેરો છો.
ખાસ કરીને ખુલ્લી બ્રા પહેરવાથી વધારે મુશ્કેલી થાય છે. તેમની કંપની દ્વારા 2008માં કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે 70 ટકા મહિલાઓ નાની સાઈઝની બ્રા પહેરે છે જ્યારે 10 ટકા મહિલાઓ મોટી સાઈઝની બ્રા પહેરતી હતી.
બીજા લક્ષણોની વાત કરીએ તો ખોટી સાઈઝની બ્રા પહેરવાથી પીઠનો દુઃખાવો, ગરદનમાં ખેંચાણ, બગલમાં બળતરા થાય છે. જો તમે ચોક્કસ ફિટિંગવાળી ટ્રેડિશનલ બ્રા અથવા ક્રોસ બેક્ડ સ્પોર્ટસ બ્રા પહેરશો તો તે તમને વધારે કન્ફર્ટેબલ અને સારો દેખાવ આપશે.
‘જો તમારા બ્રેસ્ટનો વજન 500 ગ્રામ છે એટલે કે તમે તમારી ચેસ્ટ પર 1 કિલો વજન લઈને ફરો છો તો તમારે સપોર્ટની જરૂર છે. યોગ્ય બ્રા કેવી રીતે પસંદ કરવી અને તેના માટે શું કરવું જોઈએ તે અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે લોકલ બ્રાન્ડની બ્રા ન પહેરવી જોઈએ અને દર 6 અને 12 મહિને બ્રા બદલી નાંખવી. ખાસ કરીને દર 6 મહિને બદલવી વધારે ફાયદાકારક રહેશે.’
આમ તો શરીરના કોઇ પણ ભાગમાં થતો દુ:ખાવો દુ:ખદાયક હોય છે,પણ માથાનો દુ:ખાવો ઘણો પીડાકારક હોય છે. સામાન્ય રીતે માથું દુ:ખતું હોય ત્યારે મોટેભાગે આપણે એને ગણકારતા હોતા નથી.
પરંતુ ઘણી વાર માથાનો દુ:ખાવો ઘણો પ્રત્યાઘાતી હોય છે. માથાના દુ:ખાવાને માઇગ્રેન કહે છે. તેમાં ગરદન દુ:ખે છે. મેડિકલ ભાષામાં આ પ્રકારનાં માથાનાં દુ:ખાવાને સર્વિકો જે નીક હેડેક ( ગરદન –માથાનો દુ:ખાવો) કહેવામાં આવે છે.
સામાન્ય રીતે ગરદન નો દુ:ખાવો અને તેની આસપાસના સ્નાયુઓમાં સોજો જોવા મળે છે, જે આ દુ:ખાવાનું મુખ્ય કારણ છે. તેમાં માથાનાં હાડકાંમાં કોઇપણ પ્રકારની તકલીફ સામાન્ય રીતે જોવા મળતી નથી. વળી ગરદનના સ્નાયુઓ પરનો સોજો ઓછો થતો હોતો નથી.
માથાના દુ:ખાવા (માઇગ્રેન) માં ગરદનના સ્નાયુમાં દુ:ખાવો, સોજો તથા તણાવ જોવા મળે છે. એક અભ્યાસ પ્રમાણે માથાનો દુ:ખાવો (માઇગ્રેન) માં ૬૪% લોકોને માથાના દુ:ખાવા સાથે ગરદનમાં દુ:ખાવો તથા સ્ટીફનેટ (જડતા) જોવા મળી. ઘણી બધી વાર આ દુ:ખાવો ખભા કે કમર સુધી પણ પ્રસરતો જોવા મળે છે.
144 દર્દીઓ પર થયેલા વધુ એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે માઇગ્રેન (માથાનો દુ:ખાવો) એ ગરદનના દુ:ખાવા સાથે સંકળાયેલો છે.
તેમા 69% લોકોને ગરદનમાં સખતાઇ (ટાઇટનેસ) જણાઇ હતી, તો 17% લોકોને જડતા (સ્ટીફનેસ) માલુમ પડી હતી અને 5% લોકોને સ્વંદન ( થ્રોલિંગ) જોવા મળ્યું. વળી ૫૭ ટકા લોકોમાં માથાનો દુ:ખાવો એક જ બાજુએ જોવા મળ્યો. માથાનો દુ:ખાવો સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.
મુખ્યત્વે ગરદન-માથાનો દુ:ખાવો ખૂબ જ લાંબા સમયથી ચાલતો હોય. એવું જોવા મળ્યુ અને તે સ્ત્રીઓમાં પુરુષો કરતાં ચાર ગણા વધુ જોવા મળે છે. આ રોગ વિશે વધુ ક્લિનિકલી ચેક કરી માહિતી મેળવીને ચોક્કસ નિદાન કરવામાં આવે છે.
સામાન્ય રીતે જે દર્દી ઓને આ પ્રકારે સર્વિકો જેનીક હેડ-એક થતું હોય તેમાં તેમની ગરદનનું ખરાબ પોશ્ચર અને તેમની ગરદનની કામ કરવાની ક્ષમતા પણ ઓછી થઇ ગયેલી એટલે કે સ્ટીફનેસ, ટાઇટનેસ જોવા મળતી હોય છે.
ખૂબ જ બીજા મહત્વની વાત કરીએ તો જેમ આપણે આગળનાં અંકમાં જાણ્યું એ સ્નાયુમાં થતી ગાંઠો ( ટ્રીગર પોઇન્ટ) ગરદનનાં સ્નાયુઓમાં જોવા મળે છે. ઘણી બધી વખત તે ખોપરી (સ્કલ) અને ગરદનનાં મણકાની વચ્ચેનાં નાનાં સ્નાયુમાં પણ આવેલી હોય છે અને આ આપણે આંગળીથી દબાણ આપીને પણ ગાંઠોને ચેક કરી શકીએ છીએ.
x-Ray, MRI તથા CT-Scan માં આ પ્રકારનાં માથાનાં દુ:ખાવાની કોઇ ચોક્કસ જાણકારી મળતી નથી. સામાન્ય રીતે ગરદનના મણકામાંથી નીકળતી ત્રણ મણકાની ચેતાઓ (નર્વ) અને તેનું જંકશન એ માથાના ભાગને પોષણ પૂરું પાડતી હોય છે, તેને અસર થાય છે.
તેને ચેક કરવાથી પણ આ રોગનું નિદાન થઇ શકે છે. ગરદનના પહેલા ત્રણ મણકા C1,C2,C3, માંથી પણ જો કોઇ મણકાની ઇજા ( રીપ્લેસ) થાય તો પણ આ પ્રકારનો દુ:ખાવો જોવા મળતો હોય છે
C2-3 મણકા માં થતો દુ:ખાવો માથાના પાછળના ભાગ (ઓસ્સિપિટલ ભાગ), આગળનો અને સાઇડનો ભાગ ( Fronto tenpra) અને આંખની ઉપરનો ભાગ (Periordital)માં ખૂબ જ દુ:ખાવો આપે છે. સ્નાયુમાં બનતી ગાંઠો (ટ્રીગર પોઇન્ટ) એ પણ ખૂબ જ મહત્વનું કારણ છે.
તેનો કારણે ગરદનની આસપાસનાં સ્નાયુમાં લોહીનું પરિભ્રમણ ઓછું થતું હોય છે અને તેમાં લેક્ટિક એસિડ ભરાઇ જતો હોય છે. જે સ્નાયુમાં તથા મણકાની આસપાસનાં ભાગમાં સોજો બનાવે છે અને સમય જતાં નાનીગાંઠો નું નિર્મણ થતું હોય છે.અને તેનાથી જ તેમાંથી નીકળતી ચેતા (નર્વ) જે માથામાં જતી હોય છે. જે દુ:ખાવાનું સર્જન કરે છે.