આ કાર ખરીદનાર એક માત્ર ભારતીય બન્યા મયુર શ્રી, કિંમત જાણીને ભલભલાના પગ ધ્રુજવા લાગે…

પૈસા દેખાડવાનો શોખ પણ અજીબ છે. ક્યારેક જરૂર ન હોય તો પણ લોકો સૌથી મોંઘી વસ્તુઓ ખરીદવા તૈયાર થઈ જતા હોય છે. જ્યારે વાત કારની હોય તો શોખની વાત જ શું પૂછવી. બુગાટી કંપની લક્ઝરી અને સુપરકાર બનાવવા માટે વર્લ્ડ ફેમસ છે.

તેની કારના એટલા બધા ભાવ હોય છે કે ભલભલા સ્ટાર્સ પણ ખરીદી શકતાં નથી, એટલું જ નહીં આ કાર લેવામાં અબજપતિઓને પરસેવો વળી જાય છે. ત્યારે એક ભારતીય વ્યક્તિએ આ સુપર કાર ખરીદીને ધમાકો મચાવ્યો છે.

આ કાર ખરીદનારા વિશ્વમાં એક માત્ર ભારતીય: અમેરિકામાં રહેતાં મયુર શ્રી એક માત્ર ભારતીય છે, જેના ગેરેજમાં બુગાટી શિરોન સુપરકાર ઉભી છે.

એવું નથી કે બુગાટી કાર અન્ય ભારતીય પાસે નથી, ઘણા ભારતીય બુગાટી વેરોન કાર ચલાવે છે. જોકે આ કારની અંદાજે 12 કરોડ રૂપિયા આસપાસ હોય છે. જ્યારે મયુર શ્રીએ દુનિયાની સૌથી મોંઘી કારમાં સામેલ 21 કરોડ રૂપિયાની બુગાટી શિરોન કાર ખરીદી છે.

પિતાને ગિફ્ટ કરી કાર: મયુર શ્રીએ બુગાટી શિરોન સુપરકાર પોતાના માટે નહીં પણ તેના પિતા માટે કાર ખરીદી છે. મયુર શ્રી આ કાર તેના પિતાને ગિફ્ટમાં આપી છે. દીકરાની ગિફ્ટ મેળવી પિતા ગદગદિત થઈ ગયા હતા.

બૂકિંગના બે વર્ષ બાદ મળી ડિલિવરી: મયુર શ્રી યુએસએમાં રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. તેઓ અમેરિકાના ડલાસમાં રહે છે. મયુર શ્રીને બુગાટી શેરોન કાર બૂક કરાવ્યાના બે વર્ષ બાદ મળી છે. જેમાં તેમણે ક્સ્ટમ પેન્ટ જોબ કરાવ્યો છે. તેમજ ઈન્ટિરિયરનું અલગથી વર્ક કરાવ્યું છે.

એકથી એક ચડિયાતી કારના માલિક: મયુર શ્રી પાસે આમ તો એકથી એક ચડિયાતી કાર છે. તેમની પાસે એસ્ટન માર્ટિન, પોર્શ, મેક્લોરેન, લેમ્બોર્ગિની, રોલ્સ રોય્સ સહિતની લક્ઝુરિયર્સ કાર છે. મયુર શ્રીને કારનો ખૂબ શોખ છે. લક્ઝરી બ્રાન્ડની કોઈ કાર માર્કેટમાં આવે એટલે મયુર શ્રી અચૂક તેને ખરીદે છે.

દુનિયાનું સૌથી પાવરફુલ એન્જિન: બુગાટી શિરોન કાર દુનિયામાં અમુક લોકો પાસે જ છે. એક રિપોર્ટ મુજબ આ સુપરકાર વિશ્વમાં માત્ર 100 લોકો પાસે છે.

આ સુપરકારનું એન્જિન પણ ખૂબ પાવરફુલ છે. આમાં 8.0 લિટરનું ક્વોર્ડ-ટર્બોચાર્જ્ડ W16 એન્જિન આપવામાં આવ્યું છે, જે 479 Bhpનો પાવર અને 1600 Nm ટોર્ક જનરેટ કરે છે.

પ્રાઈવેટ જેટમાં હોય એવી ફેસિલિટી: આ કારની ટોપ સ્પીડ 420 કિલોમીટર પ્રતિ કલાક છે. આ કાર 2.3 સેકન્ડમાં 0-100 kmphની સ્પીડ મેળવી લે છે. આ કારમાં પ્રાઈવેટ જેટમાં હોય એ પ્રકારના શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *