હજારો કરોડની સંપત્તિ છતાં અજમેરા ગ્રુપના મયુરભાઈ તેમનાં પરિવારના 35 સભ્યો સાથે શતાબ્દી મહોત્સવમાં કરી રહ્યાં છે સેવા….

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવઃ હવે સમગ્ર વિશ્વમાં એક જ નામ ગુંજી રહ્યું છે, તે છે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ… અમદાવાદ ખાતે 600 એકરમાં તૈયાર થયેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત લેવા દરરોજ સેંકડો ભક્તો આવી રહ્યા છે,

ગુજરાતથી ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આટલું વિશાળ શહેર એક વર્ષથી પણ ઓછા સમયમાં કેવી રીતે તૈયાર થઈ ગયું… આટલા વિશાળ શહેરનું સંચાલન કેવી રીતે થાય છે? આ બધા પ્રશ્નોનો એક જ જવાબ છે અને તે છે નાનાથી મોટા દરેક ઉદ્યોગપતિની સેવા નિષ્ઠા…

પ્રમુખસ્વામી નગરમાં સેંકડો સ્વયંસેવકો રાત-દિવસ કામ કરે છે. માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ લાખો અને કરોડો રૂપિયા કમાતા લોકો પણ પ્રમુખસ્વામી નગરની સેવા કરવા માટે સર્વસ્વ છોડીને ગયા છે.

હવે અમે આવા જ એક વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેઓ પોતે હજારો કરોડની કંપનીના માલિક છે છતાં પ્રમુખ સ્વામી નગરમાં તગરા પાવડા ઊંચા કરી રહ્યા છે.

તમે અજમેરા ગ્રુપ વિષે જાણતા જ હશો… મુંબઈના રિઅલ એસ્ટેટ ડેવલપર મયુર અજમેરા પ્રમુખ સ્વામી નગરમાં એક ડિસેમ્બરથી સેવા કરી રહ્યા છે, અને આટલું જ નહી મયુર અજમેરાના પરિવારના 25 થી 35 જેટલા સભ્યો પ્રમુખ સ્વામી નગરમાં અલગ-અલગ પ્રકારની સેવા આપી રહ્યા છે.

સુરતના નામચીન બિજનેસમેન લવજીભાઈ બાદશાહની દીકરીએ પણ પ્રમુખ સ્વામી નગરમાં તગારા ઊંચકી સેવા આપી હતી. પિતા હજારો કરોડના માલિક છતાં દીકરીએ પ્રમુખ સ્વામીને રાજી કરવા ખરા તડકે સેવા આપી હતી.

PR માં સેવા આપી રહ્યા છે મયુર અજમેરા

મયુર અજમેરાએ પોતાના અનુભવ જણાવતા કહ્યું કે, ‘હું પ્રમુખ સ્વામી નગરમાં એક ડિસેમ્બરથી મહોત્સવ પૂરો ન થાય ત્યાં સુધી સેવામાં રહીશ. હાલમાં હું PR ડિપાર્ટમેન્ટમાં સેવા આપી રહ્યો છું.

આ પહેલાં મેં ઓફિસ સેટઅપ અને બેક ઓફિસ સેટઅપની સેવા કરી છે. સાથે સાથે જ્યારે પ્રમુખ સ્વામી નગર બનતું હતું, ત્યારે મેં PR ઓફિસના સેટઅપની સેવા આપી હતી.’

મયુર ભાઈના વાઈફ અને બહેન ગાર્ડનિંગની સેવા કરે છે

મયુરભાઈએ વધુમાં જણાવતા કહ્યું કે, ‘આ નગરમાં મારા પરિવારના 25 થી 35 જેટલા સભ્યો અલગ-અલગ સમયે સેવા આપી રહ્યા છે. જેમાંથી ઘણા સભ્યો પ્રેમવતીમાં પણ સેવા કરી રહ્યા છે.

તો ઘણા સભ્યો PRમાં સેવા કરી રહ્યા છે. તો કેટલાક ઇન્ટરનેશનલ રિસેપ્શનમાં પણ સેવા કરી રહ્યા છે. સાથે સાથે મારી બહેન અને મારી પત્ની પ્રમુખ સ્વામી નગરમાં ગાર્ડનિંગની સેવા કરી રહ્યા છે. આટલું જ નહીં તેમણે નાગર બનતું હતું ત્યારે આખા નગરમાં પેવરબ્લોક પાથરવાની સેવા પણ કરી હતી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *