એરપોર્ટ પર સિક્યોરિટી ગાર્ડે મીરા રાજપૂતને અટકાવીને બેગ કરી ચેક કરી અને…
શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત બોલિવૂડ એક્ટ્રેસિસ કરતાં સહેજેય ઉતરતી નથી. તે સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે ચાહકો સાથે અવાર-નવાર આસ્ક મી સેશન પણ યોજતી હોય છે.
હાલમાં જ મીરાએ એરપોર્ટની એક તસવીર શૅર કરી હતી આ તસવીરમાં મીરાએ કહ્યું હતું કે તેને સિક્યોરિટી ગાર્ડે એરપોર્ટ પર અટકાવી હતી. તેની બેગમાંથી એવી વસ્તુ નીકળી કે આસપાસના લોકો પણ ચમકી ગયા હતા.
મીરા રાજપૂત ક્રિસમસમાં પોતાના પિયર એટલે કે દિલ્હી જતી હતી આ દરમિયાન જ્યારે તે એરપોર્ટ આવી તો સિક્યોરિટી ગાર્ડે તેને અટકાવી હતી. આટલું જ નહીં ગાર્ડે મીરાની બેગ ચેક કરી હતી. બેગ ચેક કરતાં સમયે એવી વસ્તુ જોવા મળી કે બધાની આંખો ચાર થઈ ગઈ હતી.
વાસ્તવમાં મીરા રાજપૂતની બેગમાંતી કોબીજ ને શલગામનું અથાણું નીકળ્યું હતું. આ જોઈને સિક્યોરિટી ગાર્ડ પણ હસવા લાગ્યો અને તેણે મીરાને જવા દીધી હતી.
આ તસવીર શૅર કરીને મીરાએ કહ્યું હતું કે જ્યારે એરપોર્ટ પર તમને ઘરનું ભોજન લઈ જવા માટે અટકાવવામાં આવે. આ કોબીજ-શલગામનું અથાણું છે. આ જોઈને લોકોને ખબર પડી જાય છે કે તમે પંજાબી છો.
મીરા રાજપૂત અવારનવાર પતિ કે બાળકો સાથેની તસવીર શૅર કરતી હોય છે. મીરા તથા શાહિદે 2015માં લગ્ન કર્યા હતા અને તેમને દીકરી મિશા તથા દીકરો ઝૈન છે.