એક રૂપિયા ના ખર્ચા વગર આ રીત થી ઉતારો ફટાફટ વજન, બસ રોજ ત્રણ મિનિટ કરો આ કામ

હાલ ના સમય ની જો કોઈ મોટી તકલીફ હોય તો તે છે લોકો મા વધતો જતો વજન. આ વજન વધારા ને ઓછું કરવા માટે માણસો જાત-જાત ના પ્રયોગ કરતા હોય છે. ઘણા લોકો ડાઈટિંગ ની મદદ લે છે તો ઘણા લોકો જીમ નો સહારો લેતા હોય છે.

એટલી હદે જાત-જાત ના પ્રયોગો કરવા છતાં અને મેહનત કર્યા બાદ પણ જોઈએ તેવા બદલાવ મળતા નથી. તો આજ ના આ આર્ટીકલ મા વાત કરવી છે એવા એક ઉપાય વિષે ની કે જે તમને ઘણી ઉપયોગી સાબિત થશે.

તમે કોઇપણ પ્રકાર ની મેહનત વગર એક્યુપ્રેશર પદ્ધતિ ના ઉપયોગ થી વજન ઘટાડી શકો છો. આ ઘણી જૂની પદ્ધતિ છે અને તેમા આખા શરીર મા રહેલા જુદા-જુદા પોઈન્ટ્સ ને દબાવવા ના હોય છે. આ પદ્ધતિ થી ઘણી જીવલેણ બીમારીઓ ના નિદાન પણ શક્ય છે. આ પદ્ધતિ થી તણાવ, માથા નો દુખાવો તેમજ અનિન્દ્રા જેવી તકલીફો ને દુર કરી શકાય છે. આ સિવાય મગજ ને લગતી કોઇપણ પ્રકાર ની બીમારી ને પણ દૂર કરી શકાય છે.

આ પદ્ધતિ ખાલી રોગ ને જ દુર નથી કરતી પણ શરીર ના મેટાબોલિઝ્મ ને વધારવા ની સાથોસાથ વજન ઘટાડવા મા પણ મદદરૂપ થાય છે. આ પદ્ધતિ માટે તમારે કોઈ દાકતર અથવા તો નિષ્ણાંત વ્યક્તિ ની પણ જરૂર રેહતી નથી પરંતુ તમે જાતે જ પ્રેક્ટિસ કરી ને વજન ઘટાડી શકો છો. આપણા શરીર મા અમુક મસાજ પોઈન્ટ્સ હોય છે જ્યાં તમારે માત્ર આંગળી થી દબાણ આપી ને આ સરળ રીતે વજન ઘટાડવા નો હોય છે.

સૌથી પ્રથમ તમારે તમારા ઉપર ના હોઠ તેમજ નાક ની વચ્ચે આવેલ જગ્યા ઉપર આંગળી થી હળવું દબાણ આપી ને વજન ઓછું કરી શકો છો. આ પ્રેશર પોઈન્ટ ને શુઈગો સ્પોટ ના નામ થી ઓળખવામા આવે છે. જો નિયમિત આ જગ્યા ઉપર બે થી ત્રણ મિનીટ સુધી દબાણ આપી ને મસાજ કરવા મા આવે તો તેના થી મેટાબોલિઝ્મ સિસ્ટમ સારી થાય છે અને વજન મા ઘટાડો થાય છે.

 

આ સિવાય કોણી થી એક ઈંચ નીચે ના ભાગે નિયમિત અંગુઠા થી બે થી ત્રણ મિનીટ સુધી દબાણ આપવામા આવે તો તેના થી આંતરડાઓ સારી રીતે કાર્ય કરે છે અને જમેલું સમ્પૂર્ણ ભોજન વ્યવસ્થિત રીતે પછી જાય છે. આ પોઈન્ટ ને ઈનર એલ્બો પોઈન્ટ તરીકે ઓળખવામા આવે છે.

કાન ના બુટી ના ભાગ મા દબાણ આપી ને પણ વજન ઘટાડી શકાય છે. તમારા કાન ના બુટી ના ભાગ ને આંગળ થી પકડી ઉપર-નીચે કરવું અને નીચે કરતા સમયે આંગળી થી દબાણ આપવું. આ પોઈન્ટ ને નિયમિત એક થી બે મિનીટ સુધી દબાવતુ રહેવું. આ પોઈન્ટ થી ભૂખ નિયંત્રિત રહે છે અને વજન વધતો નથી.

આ સિવાય હાથ ના અંગૂઠા ની નીચે ના ભાગ મા દબાણ આપો. આ પોઈન્ટ થાઈરોઈડ ગ્રંથિ ને ઉત્તેજિત કરે છે તેમજ મેટાબોલિઝ્મ ને મજબૂત બનાવે છે. આ પોઈન્ટ ને પણ નિયમિત દબાણ આપવું જોઈએ. આ પોઈન્ટ ને થમ્બ પોઈન્ટ કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *