નારિયેળ તેલમાં ઉમેરો આ ૧ વસ્તુને અને અઠવાડિયા સુધી લગાવો, તમારા સફેદ વાળ પણ થશે કાળા અને ભરાવદાર
ઘણા માણસો ના વાળ સમય પહેલા જ ધોળા થવા લાગે છે. એ માણસો આ સમસ્યા થી પરેશાન થઈ ને અલગ-અલગ પ્રયોગ અજમાવતા હોય છે પરંતુ તેમને પરિણામ કાંઈ મળતું નથી અને અંતે છેલ્લે થાકી ને કેમિકલ થી બનેલી ડાઇ અથવા તો હેયર કલર ની મદદ લે છે. જેથી વાળ ને ઘણું નુકસાન પોહચે છે. સમય થી પહેલા વાળ સફેદ કે ધોળા થવા ની સમસ્યા ને આપણે ‘પ્રીમેચ્યોર એજિંગ’ તરીકે પણ ઓળખીએ છીએ.
વાળ સફેદ થવા ના મુખ્ય બે કારણો હોય છે જેમાં પહેલું છે પ્રદુષણ અને બીજું છે આપણા શરીર મા પોષક તત્વો નો અભાવ. આ સિવાય કેમીકલયુક્ત શેમ્પુ નો વધુ પડતો ઉપયોગ, તણાવ મા રહેવું તેમજ અત્યાર ની જીવનશૈલી પણ આપણા વાળ પર નકારાત્મક અસરો પાડે છે.
આજે અમે તમને વાળો ને સફેદ થી ફરી પાછા કાળા કરવાનો એક સરળ તેમજ ઘરગથ્થું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેના ઉપયોગ માત્ર થી થોડા જ મહિના મા તમારા સફેદ વાળ ધીરે-ધીરે ફરી કાળા થવા લાગશે.
આ બનાવવા માટે તમારે જરૂર પડશે નારિયેળ તેલ તેમજ થોડા મીઠા લીમડા ના પાન ની. તમને જણાવી દઈએ કે આ લીમડા ના પાન મા આયર્ન નુ પ્રમાણ વધુ હોય છે જે વાળ ને સફેદ થતા અટકાવે છે. આ સિવાય આ પાન ખોડા ને પણ દૂર કરવામા મદદરૂપ થાય છે તેમજ વાળ ને મજબુતાઈ આપે છે.
આ સાથે જ આ મિશ્રણ મા ઉપયોગ મા લેવાતું નારિયેળ તેલ શુષ્ક તેમજ ડ્રાય વાળ ને નમી આપવાનું કામ કરે છે. તો ચાલો જાણીએ આ મિશ્રણ બનાવવા તેમજ વાપરવા ની રીત વિષે.
સર્વપ્રથમ તો એક લોઢા ની કઢાઈ લો અને તેમાં એક કપ નારિયેલ નુ તેલ ઉમેરી દો. ત્યારબાદ તેમા આ ઉપરોક્ત જણાવ્યા મુજબ ૨૦ થી ૨૫ પાન ઉમેરી દો. આ બંને ને સારી રીતે ઉકળવા દો. હવે આ મિશ્રણ સારી રીતે ઉકળી જાય તો ગેસ બંદ કરી દેવો અને આ મિશ્રણ ને ઠંડુ થવા દો.
આ મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ તેને સારી રીતે વાળ મા પાથીએ-પાથીએ લગાવી લો. વાળ ને નાના-નાના ભાગ મા વહેંચી ને પાથી મા આ તેલ લગાવવું જોઈએ અને આ રીતે ઓછા મા ઓછી એક કલાક સુધી રેહવા દો.
આ એક કલાક બાદ શેમ્પુ અને કંડીશનર ની મદદ થી વાળ ને સારી રીતે ધોઈ લો. ઘણા મહિનાઓ સુધી અઠવાડિયા મા માત્ર બે વખત આવું કરો. થોડો સમય જતા તમે જાતે જ અનુભવ કરી લેશો અને જોશો કે આ સફેદ વાળ ધીરે-ધીરે કાળા થવા ના શરુ થઇ ગયા હશે તેમજ આ સફેદ વાળ આવવાના પણ ઓછા થઇ ગયા હશે. આ સિવાય વેસેલીનન નો ઉપયોગ કરી ને પણ વાળ ને સફેદ થતા અટકાવી શકાય છે.
આ માટે તમારે ત્રણ વસ્તુઓ ની જરૂર પડશે. કુવારપાઠું, વેસેલીન તેમજ વિટામિન ઈ ની કેપ્સુલ. તો ચાલો જાણીએ આ રીત વિષે. તો આ રીત માટે સર્વપ્રથમ એક વાટકી મા એક ચમચી વેસેલીન ઉમેરો અને
આ મિશ્રણ માટે તમારી જરૂર મુજબ અને તમારા વાળ ની લંબાઈ મુજબ વેસેલીન વધુ ઓછુ કરી શકો છો. ત્યારબાદ તેમાં કુવારપાઠું નુ લેબુ ઉમેરો. આ બંને ની માત્રા સરખી હોવી જોઈએ. જેટલી વેસેલીન લીધી છે તેટલું જ કુવારપાઠું નુ લેબુ લેવું.
ત્યારબાદ તેમા વિટામિન ઈ કેપ્સૂલ નુ તેલ ઉમેરવું. ત્યારબાદ આ તમામ વસ્તુઓ ને સારી રીતે ભેળવી લેવી. હવે આ મિશ્રણ ને વાળ ધોવો પહેલા લગાવવું. આ મિશ્રણ લગાવવા પહેલા તમારે વાળ ને કાંસકા થી ઓળી લેવા ત્યારબાદ આંગળી ની ટોચ ની મદદ થી આ મિશ્રણ ને પાંથી મા સારી રીતે લગાવી હળવા હાથે માલીશ કરવું.
હવે આ મિશ્રણ ને એક કલાક સુધી રહેવા દો અને એક કલાક બાદ વાળ ને શેમ્પુ થી ધોઈ લો. આ ઉપાય તમે અઠવાડિયા મા બે વાર અજમાવી શકો છો. થોડા સમય જતા તમે જાતે તમારા વાળ મા થતો ફેરફાર જોઈ શકશો.