ચા પીધા બાદ ક્યારેય ના કરશો આ ભૂલો, થઇ શકે છે કેન્સર જેવો જીવલેણ રોગ…
દોસ્તો આજે સમગ્ર દુનિયા મા સૌથી વધુ જો કોઈ દેશ મા ચા પીવાનો શોખ હોય તો એ છે ભારત. આપણા ભારત દેશ મા મોટાભાગ ના ઘરો મા સવાર ની પ્રથમ શરૂઆત તો ચા ની ચુસ્કી થી જ થતી હોય છે.
માણસો ને જુદા-જુદા શોખ હોય છે અને એવો જ એક શોખ છે આ ચા પીવા નો. ભારત મા ખાસ તો માણસો સાંજ ના સમયે તેમજ સવાર ના સમયે આ ચા ની ચુસ્કી ચોક્કસ થી લેતા હોય છે.
મોટાભાગ ની ઓફિસો મા કામ કરતા કર્મચારીઓ ને પણ આ ચા નો ઘણો શોખ રહેતો હોય છે તેમજ ઓફિસ મા પણ ઘણી વાર કામ નો મૂડ બની રહે તે માટે ચા ની મજા લેતા હોય છે. પણ આ ચા પીવા થી જેટલી મજા આવે છે એટલા જ એના ગેરફાયદા પણ થતા હોય છે.
જો વધુ માત્રા મા ચા પીવા મા આવે તો તેના થી નુકશાન પણ વધુ માત્રા મા થાય છે. ચા એ એક પ્રકાર ની લત્ત છે કે જે માણસ ને એક દિવસે પોતાનો આદિ બનાવી નાખે છે. ઘણા લોકો ને એવી આદત પણ પડી ગઈ હોય છે કે જો તેને સમયસર ચા ન મળે તો માથું પણ દુઃખવા લાગે છે.
તો ઘણા લોકો ને તો એવી પણ આદત હોય છે કે તેઓ ચા સાથે કોઈ સુકો નાસ્તો અથવા તો અન્ય વસ્તુ નુ પણ સેવન કરતા હોય છે. તો ઘણા માણસો ને ચા સાથે સિગારેટ પીવા ની પણ આદત હોય છે.
પરંતુ આજ ના આ આર્ટીકલ મા અમે તમને જણાવશું કે આ ચા સાથે અમુક ચોક્કસ વસ્તુઓ નું સેવન કરવા થી જીવ ગુમાવવા નો વારો પણ આવી શકે છે. જો તમે ન જાણતા હોય તો જણાવી આપું કે આ સિગારેટ ના સેવન થી આપણા શરીર મા ઘણી બીમારીઓ પ્રવેશે છે.
ઘણી તો એવી બીમારીઓ છે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કારણ કે આ ચા નું વધુ પડતું સેવન કરવા થી ખુબ જ ગંભીર રોગો થઇ શકે છે.
આ ચા પીવા મા તો ઘણી સ્વાદિષ્ટ લાગે છે પણ જ્યારે તેના નુકશાન આપણ ને ઘેરી વળે તો એ ઘણી કષ્ટદાયી સાબિત થાય છે. એટલે આખા દિવસ દરમિયાન બે થી વધુ વખત ચા ન પીવી જોઈએ. તો આજે અમે તમને આ ચા વિશે ના અમુક નુકશાન વિષે માહિતીગાર કરીશું. તો ચાલો જાણી લઇએ.
મોટાભાગે જે માણસો ચા નુ સેવન વધુ કરતા હોય છે તો એમને પેશાબ કરવા માટે પણ વધુ વાર જવું પડતું હોય છે અને તેના થી આપણા શરીર મા રહેલા જરૂરી એવા પોટેશિયમ, સોડીયમ તેમજ બીજા પણ જરૂરી હોય તેવા મિનરલ્સ ની ઉણપ ઉભી થાય છે.
આ લીધે આપણા શરીર માંથી ધીરે-ધીરે પોષકતત્વ ઓછા થવા લાગે છે અને તેના લીધે શરીર મા અશક્તિ આવવા લાગે છે. ચા મા રહેલું અલ્યુમિનીયમ એ આપણા શરીર ની ત્વચા માટે એકદમ ધીમું ઝેર સાબિત થાય છે. જેના લીધે ઘણીવાર મોઢા ઉપર ખીલ પણ થવા લાગે છે.
જો વધુ ચા પીવા મા આવે તો કીડની થી લગતા પણ ઘણા રોગો થવા ની શક્યતા બની રહે છે. ઘણા લોકો ને તો ચા બનાવી ને તરત જ ગરમાગરમ પીવા ની ટેવ હોય છે. પરંતુ ક્યારેય પણ ચા ને ગરમાગરમ પીવી ન જોઈએ કારણ કે આવું કરવાથી આપણા મોઢાં થી લઈ ને પેટ ને જોડતી તમામ નળીઓ ને નુકશાન પહોંચે છે.
જેનું મુખ્ય કારણ એવું છે કે જો ગરમાગરમ ચા પીવા મા આવે તો તેના થી આપણા શરીર ની અંદર રહેલી નળીઓ પાતળી પડવા લાગે છે અને સમય રહેતા નાશ પામે છે.
આ રીતે જો નળીઓ નાશ પામી જાય તો માણસ નુ જીવવું પણ મુશ્કેલ થઇ શકે છે. જેમને ચા સાથે સિગારેટ ફૂકવા ની આદત હોય છે તો એમના માટે તો આ લેખ અત્યંત જરૂરી છે.
ઘણા માણસો તો આ વ્યસન ના આદિ હોય છે. તમે પણ ઘણીવાર એવા માણસો ને જાહેર મા જોયા જ હશે કે જેઓ ચા પીવા ની સાથોસાથ સિગારેટ ના ધુમાડા પણ છોડતા હોય છે પરંતુ આવી હોંશિયારી કરતા લોકો ને કદાચ એ જાણ પણ નહી હોય કે તેઓ એક જીવલેણ રોગ કેન્સર ની ચપેટ મા આવી શકે છે.
આ આદત ને લીધે કેન્સર થવા ની સંભાવના સામાન્ય માણસ કરતા આશરે ત્રીસ ટકા જેટલી વધી જાય છે કારણ કે ચા મા તો પહેલા થી જ કેફી પદાર્થો વિદ્યમાન હોય છે તેમજ ઉપર થી સિગારેટ મા પણ નશીલા પદાર્થ હોય છે
અને પછી એ શરીર મા એકી સાથે ભેગા થાય છે અને એ ઝેરી પદાર્થો મા પરિવર્તન આવે છે. જેના લીધે કેન્સર થવા ની શક્યતા મા વધારો થાય છે આ માટે જ ક્યારેય પણ ચા ની સાથોસાથ સિગારેટ નુ સેવન ન કરવું જોઈએ.