ગીરમાં ઓનલાઇન થયેલો પ્રેમ ઓફલાઈન લગ્નમાં પરિણમ્યો, સાત સમુદ્ર પાર કરીને ગોરી મેમ આવી ગુજરાતના દેશી છોરા સાથે લગ્ન કરવાં…
હાલમાં સોશિયલ મીડિયાની સાઇટો ઉપર ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે.વર્તમાન સમયમાં સોશિયલ મિડીયા દ્વારા ફ્રોડ, છેતરપીંડીના અનેક કિસ્સા ભારતમાં વઘતા જોવા મળી રહ્યા છે ત્યારે આ બધા વચ્ચે ગીર પંથકના યુવકની ફેસબુકના માધ્યમથી શરૂ થયેલ મિત્રતા પ્રેમમાં પરીણમી અને દાંપત્ય જીવન સુધી પણ પહોંચી…
સો.મીડિયા સાઇટ ફેસબુક મારફતે એકબીજાના સંપર્કમાં આવેલા તાલાલા ગીર પંથકના યુવકને અમેરિકાનીત યુવતી સાથે મિત્રતા થઇ અને તે બાદ વર્ચ્યુઅલી વાતચીતોમાં બંનેની મિત્રતા પ્રેમમાં પરીણમી અને હવે આ પ્રેમ દાંપત્ય જીવનમાં પરીણમ્યો છે. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
એવું કહેવાય છે કે વિધિના વિધાન કોઇ બદલી શકતું નથી, જો તમારા ભાગ્યમાં લખેલો જીવનસાથી સાત સમુદ્ર પાર હોય તો પણ તે કોઇના કોઇ રીતે તો તમને મળી જ જાય છે. આ જ કહેવતને સાર્થક કરતો કિસ્સો ગીરથી સામે આવ્યો.
અમેરીકાની યુવતી એલિઝાબેથે ગીરના યુવકના પ્રેમમાં પડ્યા બાદ હિન્દુ રિવાજ અનુસાર તેની સાથે લગ્ન કર્યા હતા. તેણે તેના હાથમાં દુલ્હાના નામની મહેંદી પણ લગાવી હતી. તાલાલા ગીરમાં રહેતા બલદેવ આહિરને ફેસબુક મારફતે અમેરિકાની એલિઝાબેથ સાથે મિત્રતા થઇ હતી અને તે બાદ તેમની મિત્રતા પ્રેમમાં પરીણમી હતી.
જે બાદ તે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યુ. બલદેવ આહિર જણાવે છે કે, તેમણે BSC બાદ લંડન જઇને MBAનો અભ્યાસ કર્યો છે. 2014માં લંડનથી પરત આવ્યા બાદ તેઓ જોબ કન્સલ્ટન્સીનો વ્યવસાય કરે છે.
વર્ષ 2019માં તેણે અમેરિકા સ્થિત એલીઝાબેથને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી અને થોડા સમય બાદ રીકવેસ્ટ એકસેપ્ટ થયા પછી તેણે મેસેન્જરમાં મેસેજ કર્યો હતો, જેનો રીપ્લાય આવતા તેઓ વચ્ચે સામાન્ય વાતચીતનો દોર શરૂ થયો હતો. જે બાદ બંનેએ એકબીજાનો મોબાઇલ નંબર પણ એક્સચેન્જ કર્યો અને વાતચીત વધતી ગઇ.
ઘણા દિવસો પછી એલિઝાબેથનો સામેથી અચાનક વોટસઅપમાં વીડિયો કોલ આવ્યો અને પછી લગભગ 6 મહિનાના સમયગાળા દરમિયાન તે બંને વચ્ચે તેમના અભ્યાસ અને પરીવાર તથા તેના સંબંધી વાતો થઇ હતી.
આ દરમિયાન બંનેને એકબીજા પર લાગણી બંધાઇ અને બલદેવે પોતાની પ્રેમની લાગણી એલિઝાબેથ સામે વ્યક્ત કરી અને તે બાદ એલિઝાબેથે બલદેવની રહેણી-કહેણી, કલ્ચર સહિતની બાબતો જાણવા અને વિચારવા માટે થોડો સમય માંગ્યો હતો. ત્યારબાદ થોડા સમય વિતી ગયા બાદ તેણે તેની બલદેવ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી.
યુવકે જણાવ્યુ કે, બંનેએ તેમના પરિવારજનોને પણ આ વિશે વાત કરી અને એકવાર એલિઝાબેથે તેના ભાઇ બહેન સાથે બલદેવની વાત પણ કરાવી હતી. જે બાદ યુવતિના પરિવારજનો બલદેવથી પ્રભાવિત થયા હતા અને પછી એલિઝાબેથે બલદેવ સાથે લગ્ન કરલાનું નક્કી કર્યુ હતુ.
તેણે ભારત આવવાની પણ વાત કહી હતી. બાદમાં એલિઝાબેથે ત્યાં આવી હિન્દુ વિધિ મુજબ લગ્ન કરવાની આગ્રહભરી વિનંતી કરી હતી. જેને પણ સહજતાથી સ્વીકારી તેમણે ગીર ખાતે થોડા સમય પૂર્વે તેઓ બંનેએ હિન્દુ સંસ્કૃતિ મુજબ વિધિ-વિધાનથી લગ્ન કર્યા હતા.