શેઠ જગડુશાની ચમત્કારિક જગ્યા કે જ્યાં આજે પણ તેમનો રોજે રોજ જોવા મળે છે ચમત્કાર, અહીંયા આવેલી અખંડ જ્યોત્ના દર્શનથી ભક્તોની બધી જ મનોકામનાઓ થઇ જાય છે પુરી….

આપણા દેશમાં એવી ઘણી ચમત્કારી જગ્યાઓ છે જ્યાં દરરોજ અનેક ચમત્કારો જોવા મળે છે, ત્યાં ગીરસોમનાથના કોડીનાર તાલુકાના જગતિયામાં આવેલ શેઠ જગડુશાનું ચમત્કારિક સ્થાન છે. આ સ્થળે જગડુશા દાદાના દર્શન માટે પણ અનેક લોકો આવે છે.

અહીં એક હરસિદ્ધિ માતાજીનું મંદિર પણ છે, આ મંદિરમાં અખંડ જ્યોત છે. આ અખંડ જ્યોતના દર્શન કરવાથી ભક્તોના તમામ કષ્ટ દૂર થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આ મંદિરના સ્થળે એવું માનવામાં આવે છે કે જ્યાં પણ તમે ખાડો ખોદીને બાળો છો, ત્યાં જ્યોત બળે છે. અહીં પૂનમના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરે છે.

આ પવિત્ર સ્થાન પર મા હરસિદ્ધિ અને શેઠ જગડુશાના દર્શન કરવાથી જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. શેઠ જગદ્દુશાના ઈતિહાસમાં એવું માનવામાં આવે છે કે જ્યારે મહાભારતના કર્ણ પોતાના જીવનમાં માત્ર સોનું અને ચાંદી જ લોકોને દાનમાં આપતા હતા.

તેઓનો જે સમયે સ્વર્ગ થયો તો તેમને ભોજનમાં સોના ચાંદી આપ્યા હતા.તો તેઓએ દેવોને એવું કહ્યું કે, આ કેવી રીતે જમી શકાય તો દેવોએ તેમને એવું કહ્યું કે તમે તમારા જીવનમાં લોકને સોના ચાંદીનું જ દાન કર્યું છે હવે તમે ફરી એક વખતે જઈને લોકોને અન્નનું દાન કરો, તો તેમને બીજો જન્મ શેઠ જગડુશાના રૂપે મળ્યો.

એક વખતે તેમના વિસ્તારમાં લોકોને ખાવાની અને પાણીની બહુ જ તકલીફ પડવા લાગી તો તેઓએ તેમના અનાજના ભંડારો લોકો માટે ખુલ્લા મૂકી દીધા હતા.

એ વખતે તેમના અનાજ પુરા થઇ ગયા એટલે તેઓએ માં હરસિધ્ધિની પૂજા કરીને અને તેમને પ્રસન્ન કર્યા તો માતાજીએ તેમને વરદાન આપ્યું અને તે વિસ્તારમાં પડેલી બધી જ સમસ્યાઓ દૂર થઇ ગઈ અને અત્યારસુધી કોઈ તકલીફો પડી નથી. આજે પણ માં હરસિધ્ધીના મંદિરમાં જે ભક્તો દર્શનો આવે છે તેમના બધા જ દુઃખો માતાજી દૂર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *