કળિયુગની ભવિષ્યવાણી છે ભયાનક, તમારા પણ રુંવાડા ઉભા થઈ જાશે આપણા વિચિત્ર ભવિષ્યને સાંભળીને…

ભારતીય વેદ અને પુરાણો માં ઉલ્લેખ જોવા મળે છે કે આ પૃથ્વી ઉપર ચાર યુગ વીતશે. જેમાં સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ ઉલ્લેખનીય છે. તો આજે વાત કરવી છે આવા જ ભયાનક કળીયુગની કે જે સાંભળતા જ તમારૂ શરીર ધ્રુજવા લાગશે અને પગ નીચેની જમીન પણ ખસવા લાગશે.

આપળા શાસ્ત્રો માં ઉલ્લેખ છે આ કળયુગ નો તેમજ હજારો વર્ષો પેહલા જણાવ્યું હતું કે કેવું હશે આ કળયુગ, કેવું હશે આપણું ભવિષ્ય,કેવું હશે કાલ,કળીયુગ મા લોકોનુ વર્તન કેવું હશે. તો આવા ઘણા બધા પ્રશ્નો છે કે જેના જવાબ હજુ સુધી ઉકેલાવવા નથી આવ્યા. તો ચાલો જાણીએ શું છે આગમ ના એંધાણ.

જયારે આખી દુનિયા ની રચના કરવામાં આવી ત્યારે ભગવાન બ્રહ્મા ને પિતા, વિષ્ણુ ને પાલનકર્તા અને શિવ ને સંહારકર્તા ગણવામાં આવ્યા.

ત્યારે ચાર જુગ ની વાત કરવામાં આવી હતી જેમાં પેહલું સતયુગ પછી ત્રેતાયુગ પછી દ્વાપરયુગ અને છેલ્લે કળીયુગ નો ઉલ્લેખ આપડા પુરાણો માં કરવામાં આવે છે. એવું મનાય છે કે કળયુગ ના સમાપ્તિ સમયે મોટો પ્રલય આવશે જેનાથી પૃથ્વી જળમગ્ન થઈ જાશે.

સવ થી પેહલા મહર્ષિ વેદ વ્યાસજી ના કથન મુજબ કળીયુગ મા વર્ણ વ્યવસ્થા એટલે કે બ્રાહ્મણ,ક્ષત્રીય,વેશ્ય અને શુદ્ર એમ ચર વર્ણો માં વિભાજીત થશે તેમજ આનાથી લોકશાહી રચાશે અને જ્ઞાતિવાદ દ્વારા લોકોનું શોષણ કરવામાં આવશે.

ત્યાર ના સમય મા આશ્રમ કે ગુરુકુળ નહિ રહે તેમજ વેદ-મંત્રો પઠન પણ નહિ કરવામાં આવે, લગ્ન ને ધર્મ સાથે જોડવામાં નહિ આવે, છૂટાછેડા નું પ્રમાણ વધતું જાશે, ગુરુ શિષ્ય માં ભેદ નહિ જણાય તેમજ શિષ્ય ગુરુ નો અનાદર કરશે, સંતાન પોતાના ધર્મ થી ભટકશે અને વૃદ્ધાશ્રમો ખોલવામાં આવશે.

કોઈ ઉચી જ્ઞાતિ માં જન્મે કે નીચ જ્ઞાતિ માં માત્ર શક્તિશાળી અને પૈસાવાળા ને રાજ મળશે. લોકો ધર્મ-કર્મ પણ પોતાના મુજબ કરશે જેમાં પૈસા,ઉપવાસ,મહેનત ને ધર્મ માનવામાં આવશે તેમજ થોડા પૈસા મળતા ની સાથે તેમના મા અભિમાન આવી જાશે. સ્ત્રીઓમા પોતાના વાળ નુ અભિમાન આવશે સોનું તેમજ હીરા લુપ્ત થાશે અને સ્ત્રીઓ પોતાના વાળ થી જ સંપૂર્ણ શણગાર કરશે.

કળીયુગ મા યુવતીઓ ધનવાન માણસ ને પતી બનાવશે તેમજ ગરીબ પતિ ને તરછોડી દેશે. પૈસા નો વધુ પડતો ઉપયોગ તો ઘર બનાવવા માં જ પુરા થાશે જેના લીધે દાન-પુણ્ય નુ મહત્વ ઘટશે અને આખી ધરા ધન ના સંગ્રહ ઉપર જ ટકશે. પૈસા ના ખોટો ઉપયોગ મોજ-મસ્તી અને મનોરજન માં કરવામાં આવશે તેમજ ધર્મ કર્મ ના કામ મા પૈસો વપરાશે નહી.

કળીયુગ ની યુવતીઓ પોતાના મુજબ જીવન વિતાવશે અને તેનો સ્વભાવ તેમજ આચરણ વિલાસી બનશે. તે અનીતિ થીઅને બીજા નુ અહિત કરવામાં પણ પછી નહી ફરે.

કળીયુગ મા પુર અને સુકા દુકાળ જેવી પરિસ્થિતિ મોટેભાગે સર્જાશે માનવ ને જીવન માં ક્યાય પણ ચેન નહિ પડે. કળી કળયુગમાં વરસાદ ના અભાવે ખાન-પાન ની વસ્તુઓ ની કમી આવશે જેના લીધે ઘણા માનવો સાધુઓ ની જેમ ફળ, ફૂલ અને પાન ખાઈને જીવ ટુંકાવી દેશે.

કળી કળયુગમાં માનવ જીવન નાની-મોટી પરેશાનીઓ થી ઘેરાયેલો રહેશે. મોટેભાગે માનવો સ્નાન કર્યા વગર જ ભોજન આરોગી લેશે તેમજ અંતિમક્રિયા, શ્રાદ્ધ, દેવ પૂજા અને તર્પણ ની વિધિ પણ કોઈ નહિ કરે. કળીયુગ ની સ્ત્રીઓ લોભી,વધુ ખોરાક્વાળી તેમજ બુદ્ધીહીન હશે. આ ઉપરોક્ત જણાવેલ તમામ શબ્દો મહર્ષિ વેદ વ્યાસજીના છે.

સ્ત્રીઓ પોતાના પતિ તેમજ ગુરુઓ નો પણ આદર સત્કાર નહિ કરે,બાળકોનું પેટ ભરવા પેહલા પોતાનું પેટ ભરશે, મિથ્યા તેમજ કવેણ બોલશે આ સિવાય તે દુરાચારી પુરુષો ને મળવાની આકાંશા રાખશે. માનવ નો વેદ પુરાણ ઉપર થી વિશ્વાસ ઉડી જાશે કર્મકાંડીઓ ની બોલબાલા થશે તેમજ ધર્મ કર્મ કરવા વાળા ધાર્મિક લોકો ને તજવા મા આવશે.

કળયુગ નો માનવ ભગવાન ના અસ્તિત્વ ઉપર શંકા કરશે તેમજ ચોર અને રાજા નુ વર્તન એક સમાન લાગશે બધા ને માત્ર ને માત્ર પૈસો જ દેખાતો હશે.

સ્ત્રીઓ નાની વયે એટલે કે ૧૬ વર્ષ પહેલા જ માં બનશે, ગૌ હત્યા જેવા પાપ વધશે જેના પરિણામે ગૌ-માતા ની સંખ્યા મા ઘટાડો આવશે. સાધુ સંતો ના વાણી તેમજ વર્તન મા ફેરફાર દેખાશે. નાની ઉંમરે વાળ સફેદ થાશે અને ૩૦ વર્ષ સુધી મા તો ગઢપણ આવી જાશે.

ભગવાન શ્રી નારાયણ કળયુગ વિશે જયારે ઋષિ નારદ ને સમજાવતા હતા તો તેમણે જણાવ્યું હતું કે આ સમય એવો હશે જેમાં પુરષો પોતાની પત્ની ને આધીન થઈને રેહશે તેમની સ્થિતિ એક ચાકર જેવી હશે તેમજ પોતાની પત્નીઓ ના કવેણ પણ તેમને સંભાળવા પડશે. જયારે કળયુગ ના પાંચ હજાર વર્ષો પુરા થાશે ત્યારે માં ગંગા વૈકુંઠ મા પાછા ફરશે અને અત્યાર ની ગંગા નદી સુકાઈ જાશે.

જયારે કળયુગ ના દસ હજાર વર્ષ પુરા થશે ત્યારે પૃથ્વી ઉપર થી બધા દેવી-દેવતાઓ પૃથ્વી ત્યાગી પોતાના ધામ પરત થશે. એકમાત્ર હનુમાનજી પ્રલય સુધી આ ધરા ઉપર રેહશે.

એક એવો સમય આવશે કે જ્યારે માં ભોમ અનાજ ઉગાડવાનું બંધ કરશે, કોઈ પણ ઝાડ ફળ કે ફૂલ નહી આપે અને કામધેનું ગણાતી ગૌ માતા દૂધ આપવાનું પણ બંધ કરી દેશે.

ધાર્મિક કાર્યો ઓછા થશે, બળવાન નુ રાજ ચાલશે તેમજ સમાજ મા કોઈ વ્યવસ્થા નહી હોય અને આખો સમાજ હિંસક બની નાની-નાની વાતો થી એક બીજા ના વિરોધી બનશે.

શાસ્ત્રો નુ પઠન બંધ કરવામાં આવશે, અનૈતિક કાર્યો વધશે ભાઈ-ભાઈ માં પ્રેમ નહિ દુશ્મનાવટ વધશે, સ્ત્રી-પુરષો અધર્મ આચરશે, લગ્ન જીવન ની કિમત અને તેના સંબંધો ખોવાઈ જાશે, સ્ત્રી પુરુષ બન્ને વ્યભિચારી બનશે, ચોરી કરનાર ની સંખ્યા મા વધારો થાશે અને ખરાબ નીતિ થી કામવા વાળા વધશે.

પુરાણો મુજબ કળીયુગ નો સમયગાળો ચાર લાખ બત્રીસ હજાર વર્ષોનું છે અને જેમાંથી અત્યારે તો ખાલી આઠ હજાર વર્ષ જ પુરા થયા છે. કળિયુગ ને પણ ચાર ભાગ મા વિભાજીત કરવામાં આવ્યું છે જેમાં એક ભાગ એક લાખ આઠ હજાર વર્ષનો રહશે

આપળે હજુ આ ભાગમાં જીવીએ છીએ અને આપળે અત્યારે જ આ ઉપર જણાવેલા તથ્યો નો અનુભવ કરીએ છીએ,અત્યારે જ તમે જોશો કે ધર્મ કર્મ ના કામ બહુ ઓછા થાય છે જયારે આ એક ભાગ વીતશે પછી તો ભગવાન કોને કેવાય એ વાત નુ પણ ધ્યાન નહી હોય અને ભગવાન ને સવ કોઈ ભૂકી જાશે.

કોઈ પણ વ્યક્તિ પોતાના ઘર મા દેવી-દેવતાઓ ની છબી પણ નહિ રાખે. આ રીતે જયારે બધા વર્ષો પુરા થશે અને છેલ્લા દાયકા મા માનવ નુ જીવન તકલીફો થી ભરેલું હશે આકાશ પાતાળ એક સમાન લાગશે. પ્રદુષણ ને લીધે દુષિત થયેલું વાતાવરણ અગ્નિ વર્શાવસે તેમજ પંચતત્વો જેવા કે પૃથ્વી,વાયુ,જલ,આકાશ અને અગ્નિ પ્રલય ને આમંત્રિત કરશે.

અત્યારે તો હજુ સરુવાત છે હજુ તો ઘણા વર્ષો બાકી છે પરંતુ આપળે આપળી આજુ-બાજુ આ બધું જોઈએ છીએ પણ આના કરતા પણ વધારે કપરો સમય આવશે ત્યારે માત્ર ને માત્ર ભગવાન ઉપર વિશ્વાસ રાખનારા બચશે બાકી તો આ કાળ નો કોળીયો બનશે.

વિષ્ણુ પુરાણ માં ઉલ્લેખ છે કે જયારે આ પ્રલય નો સમય નજીક આવશે ત્યારે ભગવાન વિષ્ણુ પોતે આ પૃથ્વી ઉપર “કલ્કી” અવતાર ધરશે અને તે તેમના ભક્તો નો ઉદ્ધાર કરશે. તો માત્ર પ્રભુ ઉપર વિશ્વાસ રાખી સારા કર્મો કરતા જાવ તેનું ફળ આપવા હરિ પોતે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *