ગામમાં મંદિર બનાવવા માટે પૈસા ખૂટતા હતા એવામાં એક દિવસ અચાનક ગામમાં એક સંત આવ્યા અને મંદિર માટે ગામના લોકોને આપ્યા ૨૦ લાખ રૂપિયા..
આપણો દેશ અનેક સાધુ-સંતોનું ઘર છે. તે જાણીતું છે કે સન્યાસી સંતોનું જીવન ખૂબ જ મુશ્કેલ હોઈ શકે છે. તેઓ દુનિયાના તમામ આનંદ અને આસક્તિનો ત્યાગ કરે છે અને તપસ્વી જીવનશૈલી જીવવાનું પસંદ કરે છે. આ સંન્યાસી સંતો ઘણા લોકોને તપસ્વી જીવન જીવવામાં પણ મદદ કરે છે.
તપસ્વી લોકો તેમના સેવા કાર્ય માટે જાણીતા છે. આજે આપણે એવા જ એક તપસ્વી સંત વિશે જાણીએ જેણે ગામને અનેક રીતે મદદ કરી. શ્રી સિયારામબાબા તેમનું નામ છે. અવાર-નવાર ગામ તેને પધરામણી કહેતું. ત્યાર બાદ તેમને દિવાળી દરમિયાન જામ ગેટ ગામમાં પધરામણી માટે બોલાવવામાં આવ્યા હતા.
એ સમયે તેઓ ભક્તોને પ્રવચન આપતા હતા, એવામાં એક વ્યક્તિએ બાબાને કહ્યું કે તેમના ગામમાં શિવ પાર્વતી માતાનું એક મંદિર બનાવવું છે અને તેની માટે ગામમાંથી ફાળો પણ તેઓ ઉગારવી રહ્યા છે. એ ફાળો થોડો ઓછો પડી રહ્યો છે આ મંદિર બનાવવામાં તો સન્યાસીએ એ ભક્તને તેમની પાસે બોલાવ્યા હતા અને તેમની બેગ લાવવા માટે કહ્યું હતું.
આ બેગ ભક્તે બાબા પાસે લઈને આવ્યા તો બાબાએ ભક્તને તે બેગ ખોલવા માટે કહ્યું હતું, તો તે બેગ ખોલતા જ તેમાંથી રૂપિયા નીકળ્યા. બેગમાં પૈસા હતા અને તરત જ ગામના લોકોએ એ બેગમાં રહેલા પૈસાની ગણતરી કરી હતી. તેમાં ૨૦ લાખ રૂપિયા હતા અને બાબાએ તે રૂપિયા ગામમાં આપ્યા હતા આ જોઈને ગામના લોકો આશ્ર્યચકિત થઇ ગયા હતા.