૭૦ વર્ષના દિવ્યાંગ દાદાની આગળ પાછળ કોઈ ન હતું એટલે તેઓ એકલા રહીને તેમના દિવસો પસાર કરતાં હતા, તે વાતની જાણ થતા જ ખજુરભાઈ આ દાદાના દીકરા બનીને મદદ માટે પહોંચ્યા…

ખજુરભાઈનું નામ સાંભળીને બધા હસી પડે છે. આ એક વ્યક્તિ ગુજરાત પર મોટી અસર કરી રહી છે અને ગરીબોને મદદ કરી રહી છે. ખજુરભાઈ, લાંબા ગાળાની તકલીફો દૂર કરીને.

લોકોની સેવા કરવી અને તેમના ચહેરા પર સ્મિત લાવવું. આજે આપણે એવા જ એક દાદા વિશે વાત કરીશું. આ દાદા તળાજા (ભાવનગર)ના નેસવડ ગામના હતા અને તેમનું નામ મણિશંકર પંડ્યા છે. દાદા, હવે 70, ચાલી શકતા ન હતા અને ચાલવામાં અસમર્થ હતા.

આ વૃદ્ધ દાદા બંને પગેથી દિવ્યાંગ હતા અને તેઓ જે મકાનમાં રહેતા હતા તે ઘર જૂનું છે, આ દાદા દિવ્યાંગ હોવા છતાં પણ આજે ઘરમાં એકલા રહીને તેમનું બધું કામ કરી રહ્યા હતા, આ દાદાને જમવાની અને બીજી કોઈ ખાસ સુવિધા પણ ન હતી, આ દાદા વિષે જેવી ખજુરભાઈને જાણ થઇ તો તરત જ ખજુરભાઈ દાદાની મદદ માટે પહોંચી ગયા હતા.

ખજુરભાઈએ દાદાના દીકરા બનીને તેમની મદદ કરવાનું નક્કી કર્યું હતું, આ દાદાની આગળ પાછળ કોઈ ન હતું એટલે ખજુરભાઈએ તેમના દીકરા બનીને મદદ કરવાનું નક્કી કરી લીધું હતું.

ખજુરભાઈએ દાદાને ટોયલેટ બાથરૂમ અને ઘરમાં અનાજ, ગેસ જેવી જીવન જરૂરિયાત બધી જ વસ્તુઓ લાવી આપીને તેમની મદદ કરી હતી, અત્યાર સુધી ખજુરભાઈએ ઘણા લોકોની મદદ કરીને તેમની વ્હારે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *