ભારતના આ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કહ્યું એવું જે દરેક લોકોને જાણવું જોઈએ…

હાલમાં, “ના ભુતો ના ભવિષ્યતિ” સમાન પ્રમુખસ્વામી મહારાજની 100મી વર્ષગાંઠની ઉજવણી અમદાવાદમાં થઈ રહી છે. આ કાર્યક્રમમાં, જે રાષ્ટ્રની વિશાળ ઔદ્યોગિક પ્રણાલીનો એક ભાગ છે, તમામ ક્ષેત્રોના ટોચના કલાકારોએ હાજરી આપી અને તેમના અભિપ્રાયો રજૂ કર્યા. આ શતાબ્દીની ઉજવણી પર સમગ્ર વિશ્વની નજર છે.

આ ઉપરાંત શતાબ્દીની ઉજવણીનો નાદ સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે. ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી કે જેઓ અદાણી ગ્રૂપના ચેરમેન છે, તેમણે શતાબ્દી મહોત્સવ અને પ્રમુખ સ્વામી મહારાજ વિશે BAPS સંસ્થાને લગતી જે વાતો કહી છે તેનાથી દરેક વ્યક્તિએ વાકેફ હોવું જોઈએ.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે, તેઓએ પ્રમુખસ્વામીના દરેક કામોને ખૂબ જ ચીવટથી જોયા છે અને પ્રમુખસ્વામીના દરેક કામથી તેઓ ખૂબ જ અભિભૂત પણ થયા છે.

તેઓએ વધુમાં જણાવ્યું કે પ્રમુખસ્વામીના કામની તોલ ઉપર કોઈ પણ વ્યક્તિ ન આવી શકે. આ સાથે સાથે તેઓએ જણાવ્યું કે, બીએપીએસ સંસ્થાની અંદર સ્વયંસેવકોનું જે સમર્પણ છે.

તે અકલ્પનીય અને એકદમ જુદા જ લેવલનું છે. માત્ર એક હાકલથી સૌ ભક્તો સેવાકીય કાર્યોમાં લાગી જતા હોય છે. આ ઉપરાંત તેઓએ સ્વામિનારાયણ નગરમાંથી ઘણી બધી શીખો પણ લીધી છે.

આ સાથે સાથે તેઓએ જણાવ્યું કે, અબુધાબીની અંદર જે બીએપીએસનું મંદિર બન્યું છે. તે જણાવે છે કે, માનવતાના મૂલ્યો આપણા દેશની સરહદ સુધી જ સીમિત નથી પરંતુ સમગ્ર વિશ્વ સુધી પહોંચી ગયા છે.

દેશના સૌથી ધનવાન ગૌતમ અદાણીના મોઢેથી આ શબ્દો સાંભળીને અત્યારે સૌ કોઈ લોકો ગર્વ અનુભવી રહ્યા છે. આ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના નિવેદનમાં જણાવ્યું કે, આજે સ્વામી બાપા જ્યાં પણ હશે ત્યાંથી તેઓ તેમને જોતા હશે, કારણ કે તેમના જીવનના ઘડતરની અંદર ડગલેને પગલે સ્વામી બાપા સાથે વાતચીતો થતી હતી..

આ ઉપરાંત સ્વામી બાપા નરેન્દ્ર મોદીનું ખૂબ જ ધ્યાન રાખતા હતા અને અવારનવાર તેમની સાથે ફોન પર વાતચીત થતી હતી. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવએ દુનિયાભરના મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટી કેસ સ્ટડી છે. અહીં મુખ્ય મહેમાનોમાં દેશના ગૃહ મંત્રી અમિત શાહ, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, ઝાયડસ કેડીલા ગ્રુપના પંકજ પટેલ..

નિરમા ગ્રુપના માલિક તેમજ રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ, ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીરભાઈ મહેતા તેમજ જીએમઆર ગ્રુપના ચેરમેન જી.એમ.રાવ સહિતના ઘણા બધા સમાજ સૃષ્ટિઓ અને ઉદ્યોગપતિઓ જોડાયા હતા. આ તમામ વ્યક્તિના નિવેદન સાંભળી અત્યારે દરેક વ્યક્તિના મનમાં ગર્વનો જુસ્સો ભરાઈ ગયો છે..

રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટે જણાવ્યું કે, આ સભા જે જગ્યા પર યોજાઇ રહી છે તે એક ધામ છે. અને અહીંયા પ્રમુખસ્વામીની હાજરી પણ છે. તેઓએ જણાવ્યું કે, સ્વામિનારાયણના મંદિરો માત્ર મંદિર નથી હોતા પરંતુ તે માનવતાના ઉત્કર્ષ મંદિર છે. જ્યાં હંમેશા સેવા અને માનવતાલક્ષી કાર્યો પણ થાય છે. આ ઉપરાંત જ્યાં ઈશ્વર છે ત્યાં પ્રમુખસ્વામી મહારાજ છે.

તો ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીરભાઈ મહેતાએ કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજનું આખું જીવન માનવતા અને આધ્યાત્મિકતા માટે સૌ કોઈ લોકો માટે સમર્પિત હતું.

તેઓ સાચા અર્થમાં સમાજના ગુરુ હતા અને તેમણે જ સૌ કોઈ લોકોને વસુધેવ કુટુંબકમનું સૂત્ર આપ્યું છે. તેઓએ જણાવ્યું કે તેમને પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની અંદર સામેલ થવાની તક મળી એ બદલ તેઓ તેમને ખૂબ જ ભાગ્યશાળી માની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *