આને કહેવાય સાચી ભક્તિ, દીકરીને સિંગાપુરમાં એકલી મૂકીને હીનાબેન પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં છેલ્લા 6 મહિનાથી દરરોજ 12-12 કલાક કરે છે સેવા…

અમદાવાદના એસપી રીંગ રોડ ખાતે BAPS સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી 15 જાન્યુઆરી સુધી ચાલી રહી છે. દરરોજ દેશ-વિદેશમાંથી લાખો ભક્તો અહીં આવે છે. મિત્રો સર્વત્ર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મોહોત્સવના સંચાલનની પ્રશંસા કરી રહ્યા છે.

તેનો તમામ શ્રેય અહીં સેવા કરતા ભક્તો અને સંતોને જાય છે. એવા ઘણા ભક્તો છે જેઓ પોતાનું કામ છોડીને છેલ્લા ચાર-પાંચ મહિનાથી અહીં સેવા આપી રહ્યા છે. તો આજે આપણે એવા જ એક સ્વયંસેવક વિશે વાત કરવાના છીએ. આજે આપણે હિનાબેન ઝાલા વિશે વાત કરવાના છીએ જેઓ છેલ્લા 36 વર્ષથી સિંગાપોરમાં રહે છે.

મિત્રો તમને જણાવી દે કે હીનાબેન ઝાલા છેલ્લા છ મહિનાથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપી રહ્યા છે. તેઓ પોતાની દીકરીને એકલી સિંગાપુર મૂકીને અહીં સેવા આપવા માટે આવ્યા છે.

અહીં તેઓ સિક્યુરિટી વિભાગમાં દિવસના 12 કલાક સેવા આપી રહ્યા છે. હીના બેસે ને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હું છેલ્લા 36 વર્ષથી સિંગાપુરમાં રહું છું,

હું અહીં સિક્યુરિટી વિભાગમાં સવારે 8:00 થી રાતના 10 વાગ્યા સુધી સેવા આપું છું. તેમને જણાવ્યું કે આજથી છ મહિના પહેલા હું ગોંડલ ગઈ હતી ત્યારે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં મેં સેવામાં નામ નોંધાવ્યું હતું. તે સમયે મેં વિચાર્યું કે પ્રમુખસ્વામી મહારાજ એ બહાર વિચરણ કરી સત્સંગનો પ્રચાર કર્યો છે. તો તેમનું ઋણ ચૂકવવા માટે હું અહીં સેવા કરી રહી છું.

હીનાબેને વધુમાં જણાવ્યું કે મારા પતિ સિંગાપુરમાં બિઝનેસમેન હતા અને 2016 માં તેમનું દુઃખદ નિધન થયું હતું. પતિના મૃત્યુ બાદ હું અને મારી દીકરી સિંગાપુરમાં રહીએ છીએ. પ્રમુખસ્વામી મહારાજનું રોડ ચૂકવવા માટે હું અહીં સેવા કરી રહી છું અને હજુ 35 દિવસ સુધી સેવા કરીશ.

હીનાબેને વધુમાં જણાવ્યું કે, મેં છેલ્લા છ મહિનાથી પ્રમુખસ્વામી મહારાજને પ્રાર્થના કરી છે કે બાપા જે રીતે બધાની સેવા કરે છે. મારે સેવા કરીને આપને રાજી કરવા છે. બસ મને સેવા કરવા માટે બળ આપજો. મને માનસિક રીતે હિંમત આપજો કે હું તમારો રાજીપો પ્રાપ્ત કરી શકું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *