આ વ્યક્તિએ આટલા રૂપિયામાં ખરીદી હતી મારુતિ કંપનીની પહેલી કાર, કંપનીએ 39 વર્ષ બાદ આ વ્યક્તિ પાસેથી પોતાની કાર પાછી લઈ લીધી – જાણો કેમ?

મિત્રો એક સમયે મારુતિ સુઝુકી કંપનીના વાહનોની ખૂબ માંગ હતી. તમે બજારમાં ક્યાંય પણ ગયા હોવ, મારુતિ-સુઝુકી પેઢીના વાહનો દેખાતા હતા. કંપની હવે SUV માર્કેટમાં મજબૂત સ્થાન સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. મારુતિ હાલમાં બજારમાં શાનદાર ફીચર્સ ધરાવતી કાર વેચે છે. મારુતિના દેશભરમાં લાખો ગ્રાહકો છે.

મિત્રો શું તમે જાણો છો કે ભારતમાં સૌથી પહેલી મારુતિ ઓટોમોબાઈલ કોણે ખરીદી હતી? પ્રથમ મારુતિ કાર, મારુતિ 800 ના પ્રથમ ખરીદનાર કોણ હતા? પ્રિય વાચકો, અમે નવી દિલ્હીમાં રહેતા હરપાલ સિંહની વાર્તા વિશે જણાવીશું, તેમણે મારુતિ સુઝુકીના હરિયાણા પ્લાન્ટમાં પ્રથમ મારુતિ-800 વાહન ખરીદ્યું હતું.

દેશના તાત્કાલિક વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાના હાથે કારની ચાવી હરપાલસિંહને આપી હતી. 2010માં હરપાલસિંહનું દુઃખદ નિધન થયું હતું. તેમનું નિધન થયું ત્યારે તેમની મારુતિ 800 કાર તેમની પાસે જ હતી. કારનો રજીસ્ટર નંબર DIA 6478 હતો.

પ્રદર્શન માટે મારુતિ કંપનીએ પોતાની પ્રથમ કાર કંપનીના હેડક્વાર્ટર ખાતે પ્રદર્શન માટે રાખી છે. 1983માં મારુતિની પહેલી કાર લોન્ચ થઈ હતી. જ્યારે મારુતિ 800 કાર લોન્ચ થાય ત્યારે તેની કિંમત 46 હજાર 500 રૂપિયા હતી. મારુતિ કંપનીની પહેલી કાર હરિયાણામાં મારુતિ ઉધોગ લિમિટેડમાં બનાવવામાં આવી હતી.

ધીમે ધીમે મારુતિ કંપનીની કાર લોકોને એટલી પસંદ આવવા લાગી કે 2004 સુધીમાં ભારતમાં સૌથી વધુ વેચાતી કાર બની ગઈ હતી. પછી મારુતિ કંપનીએ મારુતિ અલ્ટો કાર લોન્ચ કરી હતી. આકાર લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની ગઈ જેથી કંપનીએ 2010માં મારુતિ 800નું ઉત્પાદન બંધ કરી દીધું હતું.

જ્યારે હરપાલસિંહનું મૃત્યુ થયું ત્યારે તેમની મારુતિ 800 સાવ સડેલી હાલતમાં હતી. આ પછી કંપનીએ પોતાની કારને રિસોર કરવાનો નિર્ણય કર્યો હતો. કંપનીએ કારના તમામ મૂળ સ્પેરપાર્ટ અને સાધનો ફરીથી એસેમ્બલ કર્યા હતા.

આકાર હવે દિલ્હીના રસ્તા ઉપર દોડવા માટે સમક્ષ નથી. જેથી કારને ભારતમાં તેની પ્રથમ સક્સેસ સ્ટોરી તરીકે કંપનીના હેડક્વાટરમાં પ્રદર્શિત કરવાનું નક્કી કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *