મુંબઈનો આ દીકરો… મુંબઈથી 1000 કિલોમીટર સાયકલ ચલાવીને આશાપુરા માતાજીના દર્શન કરવા માતાના મઢે પહોંચ્યો…

આપણામાંના મોટાભાગના લોકો એ વાતથી વાકેફ છે કે ભારતની અંદર ભગવાન અને દેવીઓને સમર્પિત ઘણા મંદિરો છે અને અસંખ્ય મંદિરોની અલગ અલગ વાર્તાઓ છે અને તેઓ તેમના અજાયબીઓ માટે જાણીતા છે. દરેક ભક્ત તેમની શ્રદ્ધા દ્વારા દરેક દેવી-દેવતાઓને સમર્પિત છે. આ લેખ મંદિરનું વર્ણન કરશે. તમામ ગુજરાતીઓની એક અલગ પ્રકારની માન્યતા છે.

એક નાનકડો બાળક સાયકલની મદદથી પોતાની આસ્થાથી 1000 કિલોમીટર દૂર આવેલા આશાપુરા માતાજીના નામના મંદિરે ગયો હતો. મિત્રો, નવલી નવરાત્રિ પૂરી થયા પછી, કચ્છમાં આવેલા આશાપુરા માતાજીના મંદિરે જવા અને માતાજીના આશીર્વાદ લેવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવે છે.

આશાપુરા માતાજીના મંદિરે ઉજવાતા નવરાત્રિના નવલા નોરતાનો સમય, ઘણા ભક્તો પગપાળા ચાલીને આવે છે અને ચોક્કસ ભક્તો સાયકલ લઈને આવે છે. અને આજે આપણે એક નાના બાળક વિશે વાત કરીશું જે માત્ર છ વર્ષનો છે. આ છ વર્ષનો છોકરો માતાજીના આશીર્વાદ સાથે સાયકલ દ્વારા માતાજીના મંદિર મુંબઈથી નીકળ્યો છે.

તે માતાજીના મંદિરે પહોંચી ગયો હતો.આ નાનકડો બાળકે સંઘની સાથે નીકળી પડ્યો હતો અને આ બાળકનું નામ નકશ છે અને તેને પોતાના પિતા સાથે આશાપુરા માતાજીના મઢમાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને જે બાળકની ઉંમર માત્ર છ વર્ષની હતી અને તેની શ્રદ્ધા જોઈને લોકો ચોકી ગયા હતા.

અનેક ભક્તો પોતાની મુસીબત દૂર કરવા માટે અનેક પ્રકારની કડક માનતાઓ રાખતા હોય છે ત્યારે લોકોની મનોકામનાઓ પૂર્ણ થતા ભક્તો પોતાની માનતા પૂરી કરવા જતા હોય છે પરંતુ આ છ વર્ષનો નાનકડો બાળક પોતાની શ્રદ્ધાથી માતાજી આશાપુરાના મઢ ખાતે દર્શન કરવા માટે પહોંચ્યો હતો અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.માતાજી પ્રત્યે આસ્થા હોય તો દરેક કામ સહેલા બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *