આ વિસાયત યંત્ર બદલી શકે છે તમારી કિસ્મત..જાણો કેવી રીતે….
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું અંબાજી માતાનું મહાન મંદિર ગુજરાતમાં એક પવિત્ર સ્થળ છે. આ મંદિર અરવલ્લી પર્વતમાળામાં આરાસુર પર્વત પર આવેલું છે. એવું માનવામાં આવે છે કે અહીં શાશ્વત જ્યોત ક્યારેય બુઝાતી નથી. ભાદરવી પૂર્ણિમાના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.
આજે પણ લોકો મંદિરમાં માતાજીની હાજરી અનુભવે છે. અંબાજી માતા મંદિર દેશના સૌથી પ્રાચીન અને પવિત્ર શક્તિ તીર્થસ્થાનોમાંનું એક છે. અંબાજી આ મંદિરમાં દેવી સતીની 51 શક્તિપીઠોમાંથી એક છે. અંબાજીનું મંદિર આરસના પથ્થરોથી બનેલું છે. મંદિરનો શિખર 103 મીટર ઊંચો અને સોનેરી છે.
આદ્યશક્તિ મા અંબા અવિરત સૌભાગ્યનું પ્રતીક છે. જો કે, બદલાતા સમયમાં, આજે ભક્તો દ્વારા હળદર અને ચૂના સાથે મિશ્રિત કુમકુમનો ઉપયોગ કરવામાં આવે છે. અંબાજીનું આ મંદિર પણ એક શક્તિપીઠ છે, પરંતુ તે થોડું અલગ છે, કારણ કે માતા સતીનું હૃદય અહીં પડ્યું હતું.
આરાસુરી અંબાજી માતાના સ્થાનકમાં કોઈ પ્રતિમા અથવા ચિત્રની નહિ પરંતુ શ્રી વિસાયયંત્ર ની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ મંદિરમાં માતાજીની પૂજા વિધિ શ્રીયંત્રની આરાધાનથી થાય છે જે સીધી આંખે જોઈ શકાતું નથી. મંદિરના પૂજારી માતાજીનો એટલો અદભુત શ્રીંગાર કરે છે કે જાણો માતાજી મંદિરમાં સાક્ષાત વિરાજમાન હોય.
અંબાજી મંદિર જોડે જોડાયેલો એક ઇતિહાસ જે ઘણા લોકોને નાઈ ખબર હોય. ભગવાન શ્રી કૃષ્ણનું મુંડન પણ અંબાજી મંદિરમાં જ કરવામાં આવ્યું હતું.
જ્યારે કૃષ્ણ નાના હતા ત્યારે માં અંબાના ચરણોમાં જ આ સ્થાન પર મુંડન સંસ્કાર વિધિ કરવામાં આવી હતી. ભગવાન રામ પણ શક્તિપીઠ ની ઉપાસના માટે અંબાજી માતાના મંદિર માં આવી ગયા છે. અંબાજી માતાના મંદિર ની ખૂબ જ વિશેષતાઓ છે.
51 શક્તિપીઠોમાં ઉલ્લેખાતાં અંબાજીમાં દેવી સતીના હૃદયનો અને માઉન્ટ આબુ પર્વત ઉપર હોઠ ના ભાગ પડ્યા હતા. દેવી ભાગવત મુજબ, અગ્નિદેવની કૃપાથી મહિષાસુર ત્રણે લોકમાં ત્રાસ વર્તાવતો હતો. તેનો સંહાર કરવા દેવોએ ભગવાન શંકરને પ્રાર્થના કરી હતી તે સમયે મા અંબા પ્રગટ થયાં.
તેમણે મહિષ નામના દાનવનો સંહાર કરતાં તેઓ મહિષાસુર મર્દિની કહેવાયાં હતા. અંબાજી મંદિર ના પરિસરમાં 45 મિનિટમાં મા અંબાની ઉત્પત્તિ અને 51 શક્તિપીઠોની સમજ આપવા 3-D મુવી થિયેટર પણ આવેલ છે. 3 D થિયેટર માં દરેકમાં 70 સીટ આવેલ છે.