તમને પણ વારંવાર હાથ અને પગ માં ચડી જાય છે ખાલી, જલ્દી થી કરો આ ઉપાય મળશે રાહત, મોડું કરવાથી થઇ શકે છે ગંભીર સમસ્યાઓ

સામાન્ય રીતે જો એક જ અવસ્થા માં લાંબા સમય સુધી બેસી રહેવામાં આવે તો ઘણી વાર શરીર સૂન્ન પડી જાય છે. કારણ કે , એક જ અવસ્થા મા લાંબો સમય બેસી રહેવાથી હાથ તથા પગ ની નસો દબાઈ જાય છે અને

ત્યાં યોગ્ય પ્રમાણ માં ઓક્સિજન પહોંચી શકતો નથી જેથી તે ભાગ સૂન્ન પડી જાય છે. આ સિવાય જો શરીર માં આવશ્યક પોષકદ્રવ્યો ની ઉણપ સર્જાય તો પણ આ સમસ્યા ઉદભવી શકે.

તદુપરાંત વધુ પડતુ સ્મોકિંગ અને દારૂ નું સેવન કરતા વ્યક્તિઓ ને પણ આ સમસ્યા નો સામનો કરવો પડી શકે. આ સિવાય ડાયાબીટીસ ના દર્દીઓ ને પણ ઘણીવાર આ સમસ્યા માંથી પસાર થવું પડે છે.

તો ચાલો જાણીએ જયારે આ સમસ્યા ઉદભવે ત્યારે શું કરવું? જો તમે વારંવાર હાથ-પગ માં ખાલી ચડી જવાની સમસ્યા થી પીડાતા હોવ તો હળદરવાળા દૂધનું સેવન કરવું. કારણ કે , હળદરવાળા દૂધનું સેવન કરવાના લીધે શરીર માં રકતનું પરિભ્રમણ વધુ સારી રીતે થાય છે.

આ ઉપરાંત આ હળદરવાળા દૂધ માં મધ ઉમેરવામાં આવે તો તે પણ લાભદાયી સાબિત થઈ શકે. આ સિવાય જૈતૂન નું ઓઈલ તથા સરસવ ના ઓઈલ ને એક પાત્ર માં ગરમ કરીને આ ઓઈલ થી હાથ-પગ ની યોગ્ય માલિશ કરવામાં આવે તો આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય. શરીર ના જે ભાગ પર ખાલી ચડી જતી હોય ત્યાં વ્યવસ્થિત રીતે આ ઓઈલ ની માલિશ કરવી.

જો તમે દરરોજ આ હાથ-પગ માં ખાલી ચડી જવાની સમસ્યા થી પીડાવ છો તો આ અસહ્ય પીડા ને દૂર કરવા માટે નિયમિત હળવો વ્યાયામ કરવાની આદત પાડો. નિયમિત હળવો વ્યાયામ કરવાના લીધે તમારા શરીર ને આવશ્યક પ્રમાણ માં ઓક્સિજન મળી રહેશે

અને આ હાથ-પગ માં ખાલી ચડવાની સમસ્યા જડમૂળ થી દૂર થશે. આ સિવાય નિયમિત ૨-૪ ગ્રામ જેટલા તજ પાવડરનું સેવન કરવાથી તમે આ સમસ્યા માંથી તુરંત મુક્તિ મેળવી શકો.

તદુપરાંત જો તમે તજ પાવડર માં થોડું મધ ઉમેરીને તેનું સેવન કરો તો તમે આ હાથ-પગ માં ખાલી ચડવાની સમસ્યા માંથી આજીવન મુક્તિ મેળવી શકશો. આ સિવાય હૂંફાળા પાણી નો પ્રયોગ પણ લાભદાયી છે. હૂંફાળા જળ માં તમારા હાથ અને પગ ને નિયમિત શેક આપવામાં આવે તો આ પગ માં ખાલી ચડી જવાની સમસ્યા ઉદભવતી નથી.

તદુપરાંત જો તમે વારંવાર આ હાથ-પગ માં ખાલી ચડી જવાની સમસ્યા થી પીડાતા હોવ તો નિયમિત મેગ્નેશિયમયુક્ત આહાર નું સેવન કરવું જેથી આ સમસ્યા જડમુળ થી દૂર થઈ જાય. પાલક , કાજુ , મગફળી , ડાર્ક ચોકલેટ , કેળા , લીલોતરી શાકભાજી આ બધી વસ્તુઓ માંથી ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ પ્રાપ્ત થઈ રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *