નવસારીમાં અધૂરા માસે જન્મેલા ત્રણ બાળકોને બચાવવા માટે ડોક્ટરોએ ૭૧ દિવસ સખત મહેનત કરી, આખરે માતા-પિતા જન્મના ૭૧ દિવસ પછી પોતાના બાળકોને ઘરે લઇ જતા આંખોમાં આંસુ આવી ગયા…
નવસારી હોસ્પિટલમાંથી ખૂબ જ સરસ કિસ્સો સામે આવ્યો છે. જેમાં નવસારી સિવિલ હોસ્પિટલના તબીબોએ અકાળે જન્મેલા 3 બાળકોનો જીવ બચાવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. થોડા સમય પહેલા નવસારીની હોસ્પિટલમાં 3 બાળકોનો સમય પહેલા જન્મ થયો હતો. ત્રણેય બાળકોનું વજન 600 થી 700 ગ્રામની વચ્ચે હતું.
યુકી બેન નામની મહિલાએ સમય પહેલા જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોને સારવારની સખત જરૂર હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બાળકો અકાળે જન્મ્યા હતા. જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ ત્રણેય પ્રિમેચ્યોર બાળકોને 71 દિવસ સુધી ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.
71 દિવસ સુધી નવસારીના તબીબોએ આ ત્રણેય બાળકોને બચાવવા દિવસ-રાત મહેનત કરી હતી. અંતે, ડોકટરો ત્રણ બાળકોનું વજન 700 ગ્રામથી 1 કિલો સુધી લાવવામાં સફળ થયા.
છેવટે, માતાપિતા તેમના બાળકોને જન્મના 71 દિવસ પછી ઘરે લઈ ગયા. વાલીઓ પણ પોતાના બાળકોને સ્વસ્થ જોઈને ખુશ થયા હતા. આ માટે વાલીઓએ તબીબોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.