સારંગપુરમાં બિરાજમાન હનુમાન દાદાના મંદિરમાં દર્શન કરવા તો દરેક ભક્તો ગયા હશે પણ ત્યાંની આ એક ખાસ વાત વિષે મોટા ભાગના લોકો નહીં જાણતા હોય..અહીં ક્લિક કરીને તમે આજે જ જાણી લો આ વાત વિષે….
મિત્રો, દેશભરમાં હનુમાનજીના અનેક મંદિરો છે. દરેક મંદિરમાં દર્શન કરવા માટે દેશ-વિદેશમાંથી ભક્તો આવે છે. એવું માનવામાં આવે છે કે દર્શન કરવાથી લોકોને તેમની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
આજે આપણે ભગવાન હનુમાનજીને સમર્પિત એક મંદિર વિશે ચર્ચા કરીશું. હનુમાનજીનું આ મંદિર ગુજરાતના ભાવનગર જિલ્લાના સારંગપુરમાં આવેલું છે. સારંગપુરમાં ભગવાન હનુમાનજી ભક્તો માટે લોકપ્રિય સ્થળ છે. તેઓ વિશ્વભરમાંથી દર્શન કરવા આવે છે.
આ મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો શનિદેવથી દરેક લોકો અને દેવતાઓ વ્યતીર્થ થયા હતા, તે પછી દરેક લોકોએ શનિદેવથી બચવા માટે હનુમાનજીને યાદ કર્યા અને દરેક લોકોએ તેમની રક્ષા કરવા માટે હનુમાનજીને વિંનતી કરી. ત્યારબાદ ભક્તોને બચાવવા માટે હનુમાનજી શનિદેવ પાસે જવા માટે નીકળી ગયા અને જયારે આ વાતની જાણ શનિદેવને થઇ ત્યારે શનિદેવ એકદમ ચિંતિત થઇ ગયા.
ત્યારબાદ શનિદેવએ હનુમાનજીથી બચવા માટે સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું, તે પછી ભગવાન શનિદેવએ હનુમાનજીના ચરણે પડી ગયા અને હનુમાનજીને ખબર પડી ગઈ હતી કે શનિદેવને બચવા માટે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું છે તેથી હનુમાનજીએ શનિદેવને માફ કરી લીધા હતા. આ હનુમાનજીના મંદિરને કષ્ટભંજન હનુમાનજીના મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
આ મંદિરમાં એવું માનવામાં આવે છે જે ભક્તો આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે તે દરેક ભક્તોના જીવનમાં પડતી તકલીફો અને સમસ્યાઓ દૂર થાય છે. તેથી આ મંદિરમાં લાખો કરતા પણ વધારે દર્શનાર્થીઓ દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે અને દરેક ભક્તોની મનોકામનાઓ અને ઈચ્છાઓ હનુમાન દાદા પુરી કરે છે.