સવાણી પરિવાર દ્વારા સમૂહલગ્નનું અનોખું આયોજન ! માતા-પિતા વગરની ૩૦૦ દીકરીના કરાવશે લગ્ન તેમજ ૧ લાખ…

મિત્રો, આજે પણ સુરતના મહેશભાઈ સવાણીને કોણ નથી ઓળખતું. જે તેમના સેવાકીય કાર્યને કારણે સમયાંતરે ચર્ચામાં રહે છે. તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ સવાણી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે. જેમાં સવાણી પરિવારના પુત્ર-પુત્રીઓ પણ લગ્નગ્રંથીથી જોડાશે. આવો અમે તમને આ વિશે વિગતવાર જણાવીએ. આ લગ્નમાં ઘણી દીકરીઓના લગ્ન થશે

જો અમે તમને કહીએ તો પી.પી. સવાણી ગ્રુપ દ્વારા માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર દિકરીઓ માટે ફરીથી સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં 4 મુસ્લિમ અને 1 ખ્રિસ્તી દીકરીઓના પણ તેમના ધર્મ પ્રમાણે લગ્ન કરવામાં આવશે. આ સમારોહ 24 અને 25 ડિસેમ્બરના બે દિવસ માટે યોજાશે. લગ્ન થનાર 300 લોકોમાં વિવિધ સમુદાય અને જ્ઞાતિની દીકરીઓનો સમાવેશ થાય છે.

આ સાથે જો જ્હ્નાવીએ તો લગ્ન સમારોહ સિવાય 1 લાખથી વધુ લોકો એક સાથે અંગદાન માટે સોગંદ લઈને એક વિક્રમ સર્જશે. આ સાથે જ, 1000 વિદ્યાર્થી દત્તક યોજના અંતર્ગત જે બાળકે માતા પિતા ગુમાવ્યા છે, દિવ્યાંગ અથવા આર્થિક નબળા પરિવારના બાળકોને દત્તક લેવામાં આવશે.

જેમાં, આ દીકરા-દીકરીઓને JEE/NEET/CA/UELTS અને SAT તેમજ વિવિધ પરીક્ષાની તૈયારી તેમજ ડોક્ટરી, સીએ સહિતના અભ્યાસ માટે તેમને આર્થિક તેમજ શૈક્ષણિક મદદ કરવામાં આવશે.

જોકે એક ખુબજ અનોખી અને મહત્વની વાત તો એ છે કે આ સમૂહ લગ્નમાં સવાની પરિવારના દીકરા-દીકરીના પણ લગ્ન કરવામાં આવશે તેઓ આજ વર્ષે પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે. જો તમને વધુમાં જણાવીએ તો અત્યારસુધીમાં તેઓ 4,872 થી વધુ નિરાધાર દીકરીઓને લગ્નમાં મદદ કરી ચૂક્યા છે.

આમ આ લગ્ન સમારોહમાં હિંદુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી ધર્મની છોકરીઓ તેમના જીવનસાથી સાથે લગ્નના સબંધે બંધાય છે. તેમજ મહત્વની વાત તો ઈ છે કે આ લગ્ન બાદ લગ્ન કરનાર દીકરીને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે પણ સપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.

જેમ જો તમનેજણાવીએ તો મેડિકલ સહાય, વિધવા સહાય, શૈક્ષણિક સહાય, દીકરીઓના લગ્ન, અકસ્માત વિમો, લોન સુવિધા સહિતના અનેક લાભો પણ આપવામાં આવે છે. જે ખુબજ સરાહનીય કાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *