૯૦૦૦ વર્ષથી અહિયાં આજે પણ જીવિત છે વિભીષણ, જાણો તે જગ્યા ક્યાં આવેલી છે….
હિંદુ ધર્મની પૌરાણિક કથાઓ અનુસાર માનવામાં આવે છે કે આઠ મહાન વિભુતિ આજે પણ જીવીત છે, જેમાંથી અમુક તો રામાયણકાળના છે તો અમુક મહાભારત કાળના તથા અમુક વિભુતિઓ તે પહેલાનાં કાળથી આજ સુધી જીવીત છે. જેમ કે ભગવાન પરશુરામ અને માર્કંડેય ઋષિ.
માન્યતા છે કે આ વિભુતિઓ અનંતકાળ સુધી ધરતી પર સશરીર રહીને ધર્મની રક્ષા અને માનવ માત્રની સેવા કરતી રહેશે પરંતુ શું તમે જાણો છો કે આ પ્રાતઃ સ્મરણ્ય ચિરંજીવીમાંથી એક છે રાવણનાં ભાઈ રાક્ષસ રાજા વિભીષણ. તો ચાલો આપણે જાણી લઈએ કે પ્રભુ શ્રીરામનાં અનન્ય ભક્ત વિભીષણની ચિરંજીવી થવાની કથા.
અશ્વત્થામા બલિવ્યાસ હનુમાન અને વિભીષણ કૃપા અને પરશુરામ આ સાતેય લાંબુ જીવ્યા.
શ્લોકનો સરળ અર્થ
અશ્વથામા, બલિ, વેદવ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, ભગવાન પરશુરામ આ ૭ ચિરંજીવી છે અને આ ૭ ની સાથે જ આઠમાં ચિરંજીવી માર્કંડેય ઋષિનાં નામથી દરરોજ સવારે જાપ કરવો જોઈએ. તેમનાં નામનો જાપ કરવાથી વ્યક્તિને નિરોગી શરીર અને લાંબુ આયુષ્ય મળે છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર અશ્વસ્થામા, બલી, વેદવ્યાસ, હનુમાનજી, કૃપાચાર્ય, ભગવાન પરશુરામ અને માર્કંડેય ઋષિની સાથે-સાથે રાક્ષસ રાજા વિભીષણ પણ આ ચિરંજીવીમાં સામેલ છે. ઉત્તર રામાયણમાં પ્રસંગ આવે છે કે જ્યારે પ્રભુ શ્રીરામ પોતાનાં પુત્ર લવકુશને અયોધ્યાનાં રાજપાટ સોંપીને પરમધામ ફરી રહ્યા હતાં.
ત્યારે ભગવાન શ્રી રામ એ પોતાના અનન્ય ભક્ત રુદ્ર અવતાર હનુમાનજીને ધરતી લોકમાં રહીને ભક્તોનાં સંકટ દુર કરવા અને ધર્મની રક્ષા કરવા માટે કળયુગનાં અંત સુધી ધરતી પર રહેવા માટે કહ્યું હતું. હનુમાનજીની સાથે જ પ્રભુ શ્રીરામનાં એક બીજા અનન્ય ભક્ત હતાં રાક્ષસ રાજા વિભીષણ.
જે રાક્ષસમાં જન્મેલા હોવા છતાં પણ નીતિ અને અસત્ય પ્રત્યે કર્તવ્ય નિષ્ઠ રહ્યા હતાં. જોકે વિભીષણને કુળ નાશકનાં નામથી કલંકિત કરવામાં આવે છે પરંતુ વિભીષણ એ પરિવાર કરતાં વધારે નીતિ અને ધર્મનો સાથ આપ્યો હતો.
વિભીષણ એ પોતાનાં મોટાભાઈ રાવણ અને બધા રાક્ષસોને અનીતિનાં માર્ગ પર ચાલવાની મનાઈ કરી હતી પરંતુ પોતાની શક્તિનાં અભિમાનમાં ચુર રાવણે તેની એક વાત પણ ના સાંભળી અને તેને ઘરમાંથી કાઢી મુક્યાં હતાં.
ભગવાન શ્રી રામ પ્રત્યે પોતાની અગાઢ શ્રદ્ધા અને ભક્તિનાં કારણે પ્રભુ શ્રી રામ એ વિભીષણને લંકાનું રાજ્ય સોંપ્યું હતું પરંતુ અનંતકાળ સુધી ધર્મની રક્ષા કરવાનું કર્તવ્ય પણ આપ્યું હતું.
પ્રભુ શ્રીરામનાં આ વરદાનનાં કારણે જ વિભીષણ આજે પણ જીવિત છે અને પ્રાતઃ સ્મરણ્ય ચિરંજીવીમાં સામેલ છે. વિભીષણને સાત ચિરંજીવીમાંથી એક માનવામાં આવે છે. વિભીષણને પણ હનુમાનજીની જેમ ચિરંજીવી થવાનું વરદાન મળ્યું છે. તેવામાં તે પણ આજ સુધી સશરિર સાથે હાજર છે.
દેવતાઓ બાદ ધરતી પર સૌથી પહેલા વિભીષણ એ હનુમાનજીનું શરણ લઈને સ્તુતિ કરી હતી. વિભીષણ એ હનુમાન સ્તુતિમાં ઘણી બધી અદભુત અને અચુક સ્ત્રોતની રચના પણ કરી છે. વિભીષણ રચિત આ સ્ત્રોતને હનુમાનજી વડવાનલ સ્ત્રોતનાં નામથી પણ જાણવામાં આવે છે.