પાવાગઢમાં રહેલ માં મહાકાળી માતાજીના કરો દર્શન, આવતા 8 કલાકમાં માતા તમારાં અધૂરા કામ કરશે પૂરા…

આજે અમે તમને મહાકાલી માતાના પાવાગઢ મંદિર વિશે જણાવીશું. તે ગુજરાત રાજ્યમાં પંચમહાલની તળેટીમાં વસેલ ચાંપાનેર ખાતે આવેલું છે. આ ગુજરાતનું એક પવિત્ર યાત્રાધામ છે, જ્યાં હંમેશા ભક્તોની મોટી ભીડ રહે છે.

ખાસ કરીને આસોની નવરાત્રી અને ચૈત્રી વચ્ચેના નવ દિવસો દરમિયાન ઘણા લોકો પાવાગઢના ડુંગર પર આવે છે. આ મંદિર 51 શક્તિપીઠોનું બનેલું છે. તો, આ મંદિરની 51 શક્તિપીઠોમાંથી ત્રણ ગુજરાતમાં છે, જ્યાં અંબાજીમાં અંબા બિરાજમાન છે.

જયારે બહુચરાજી ખાતે માં બહુચર અને પાવાગઢના ડુંગર પર માં મહાકાળી બિરાજમાન છે. તમે આ મંદિરમાં આવીને માતાના દર્શન કરવા માંગો છો તો તમારે ચાંપાનેર આવીને ત્યાંથી ૫ કિલોમીટર જેટલા અંતરે માંચી નામનું ગામ છે, જ્યાંથી વધારે કરીને ભક્તો રોપ વે ની સુવિધા સાથે ડુંગર પર આવે છે.

તમે અહી આવશો તો તમને દૂધિયું, છાસિયું અને તેલીયું એમ ત્રણ પ્રાચીન તળાવો પણ આવેલ છે જયારે મંદિરના ગર્ભગૃહમાં પહોચતા જ ભક્તોને માતાજીના વિશાલ નેત્રદ્વારી માં મહાકાળીના દર્શન થાય છે. જો કે આ મંદિર અને પાવાગઢ વિષે વાત કરીએ તો કહેવાય છે કે તેના આસપાસના ડુંગરો પર ઋષિ વિશ્વામિત્રનું સાધનાનું સ્થાન હતું.

વિશ્વામિત્ર ઋષીએ તેમના તપ બળથી આ પાવાગઢની ખીણમાં પોતાની શક્તિઓ વહાવીને ટોચ પર સ્વહસ્તે કાલિકા માતાની સ્થાપના કરી હતી.

જો કે તમે અહી આવશો તો તમને લાગશે કે ડુંગર જેટલો બહારથી સુંદર દેખાઈ રહ્યો છે તેનાથી ત્રણ ગણો વધારે સુદર રહ્યો છે. જો કે અહી આવતા જ તમારા બધા દુઃખનો અંત આવશે. તમારે પણ એકવાર અહી આવીને માતા કાળીના દર્શન કરવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *